Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchSpecial Story

ભારતીય ફોજમાં નાયબ સુબેદાર તરીકે 18 વર્ષ ફરજ બજાવી સેવા નિવૃત્ત થયેલા વાડાપધ્ધરનાં યુવાનનું આવતીકાલે ભવ્ય સ્વાગત કરાશે

ભારતીય ફોજમાં ફોજી તરીકે જોડાયેલા વાડાપધ્ધરનો યુવાન ફોજમાં નાયબ સુબેદારના પદ સુધી પહોંચ્યા બાદ ઈશ્વરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામનો યુવાન સેવા નિવૃત્ત થતાં આવતીકાલે પોતાના માદરે વતન વાડાપધ્ધર ગામે આવી રહ્યો હોવાથી ગામ લોકો દ્વારા ઈશ્વરસિંહનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરાઈ છે. પોલીસથી લઈને વિવિધ સલામતી એજન્સીઓમાં અનેક યુવાનોએ બખૂબી પૂર્વક ફરજ બજાવી છે એવા અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામના અનેક યુવાનો ભારતીય ફોજમાં પણ જોડાયા છે અને બખૂબી પૂર્વક માં ભોમની રક્ષા માટે ફરજ બજાવી છે એવા યુવાનો પૈકી એક યુવાન એટલે કે ઈશ્વરસિંહ જાડેજા જે ફોજી તરીકે ભારતીય સેનામાં જોડાયા પછી પોતાની ફરજનિષ્ઠાના કારણે નાયબ સુબેદારના પદ સુધી પહોંચ્યા બાદ ઈશ્વરસિંહ અઢાર વર્ષની ફરજ બાદ નિવૃત્ત થયા છે. ગામલોકો દ્વારા સેવાનિવૃત્તિ ઈશ્વરસિંહ જાડેજાનું આવતીકાલે સવારે 9 : 30 કલાકે ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. નોંધનીય છે કે ઈશ્વરસિંહ જાડેજાઅે એન્જિનિયર કોર બોમ્બે એન્જિનિયર ગ્રુપમાં 18 વર્ષ સળંગ ફરજ બજાવી છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

પશ્ચિમ કચ્છમાં સરપંચપુત્રની જુગાર ક્લબ ઝડપાઇ : જામનગર અને પૂર્વ કચ્છના ખેલીઓ રમવા આવતા 8 ઝડપાઇ ગયા

Kutch Kanoon And Crime

મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતી મુન્દ્રા પોલીસ

Kutch Kanoon And Crime

સુથરી નાકર (કચ્છી રાજગોર) મહાસ્થાનનું ગૌરવ

Kutch Kanoon And Crime

Leave a comment