Kutch Kanoon And Crime
GujaratKutchMundraSpecial Story

અદાણીના શેર ધરાવતાં 3 એફપીઆઈ એકાઉન્ટ ફ્રીઝ કરાયાં છે તેવા પ્રસિધ્ધ થયેલા સમાચાર અંગે સ્પષ્ટીકરણ

આથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે કે જે FPIs અંગે સવાલ કરવામાં આવ્યો છે તે એક દાયકા કરતાં પણ વધુ સમયથી અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના રોકાણકારો છે. ડીમર્જર્સ (નીચે ચર્ચા કરવામાં આવી છે) ને પરિણામે માલિકીમાં ફેરફાર થતાં તેનુ પ્રતિબિંબ પોર્ટર્ફોલિયો કંપનીઓમાં પડયું છે.

◆ ડીમર્જર્સ…
અમારા તમામ બિઝનેસનું સંવર્ધન 1994માં સ્થપાયેલી ફલેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ છે અને વિતેલાં 7 વર્ષ દરમ્યાન અદાણી પોર્ટસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ગેસ લિમિટેડને ડીમર્જ કરીને તેમનું ભારતીય શેરબજારોમાં લિસ્ટીંગ કરવામાં આવ્યુ છે.
અદાણી ગ્રુપ તેના લિસ્ટેડ પોર્ટફોલિયોના બિઝનેસ પરફોર્મન્સિસમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

◆ APSEZ…
નાણાંકીય વર્ષ 2021માં અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે 223 MMT કાર્ગોનું હેન્ડલીંગ કર્યુ હતું અને એ રીતે ઉદ્યોગની વૃધ્ધિની તુલનામાં 3 ગણો ઉંચો એકંદર સરેરાશ વૃધ્ધિ દર (CAGR) નોંધાવ્યો છે. આ કંપની તેના વર્ગમાં ઉત્તમ (70 ટકા) એબીટા માર્જીન ધરાવે છે અને છેલ્લાં પાંચ વર્ષમાં 10 ટકા CAGR વોલ્યુમ નોંધાવ્યું છે.

◆ AGEL…
રિન્યુએબલ ક્ષેત્રે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) 25 GW ક્ષમતાના કોનટ્રાક્ટ કર્યા છે અને તેની ગણના તેના વર્ગમાં 89 ટકાના ઉત્તમ એબીટા માર્જીન સાથે દુનિયામાં સૌથી મોટા સોલાર પાવર ડેવલપર તરીકે કરવામાં આવે છે.

◆ ATL…
ટ્રાન્સમિશન બિઝનેસમાં અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ 99.9 ટકાની ઉપલબ્ધી સાથે 17,000 ckm (સર્કીટ કિલોમીટર) ના ભારતના સૌથી મોટા ખાનગી ટ્રાન્સમિશન નેટવર્કનું સંચાલન કરે છે. તેની ગ્રાહક શાખા અદાણી ઈલેકટ્રિસિટી મુંબઈ લિમિટેડ 30 લાખથી વધુ આવાસ અને 12 મિલિયન ગ્રાહકો સુધી પહોંચે છે.

◆ ATGL…
સમાન પ્રકારે અદાણી ટોટલ ગેસ લિમિટેડ હાલમાં 38 ભૌગોલિક વિસ્તારોમાં હાજરી ધરાવે છે અને તેણે 41 ટકા એબીટા નોંધાવ્યો છે, જે ઉદ્યોગમાં વધુ એક વખત તેના વર્ગમાં ઉત્તમ ગણાય છે.

◆ AEL…
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ એરપોર્ટસ, રોડઝ, ડેટા સેન્ટર, સોલાર મેન્યુફેકચરિંગ જેવા વિવિધ બિઝનેસનું સંવર્ધન કરે છે અને જ્યારથી આ બધી કંપનીઓનું અલાયદુ લિસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારથી રોકાણકારોને અમાપ મૂલ્ય ઓફર કરે છે.

◆ લાંબાગાળાના વ્યૂહાત્મક ભાગીદારો…

અદાણી ગ્રુપનો પોર્ટફોલિયો પ્રાથમિક અને સેકન્ડરી બંને બજારોના સ્તરે ઈનવેસ્ટર્સ અને વ્યૂહાત્મક રોકાણકારોને આકર્ષવાનુ ચાલુ રાખી રહ્યો છે.

– APSEZ : મુંદ્રા પોર્ટમાં MSC અને CMA- CGM સંયુક્ત ક્ષેત્રના પાર્ટનર છે.
– AGEL : ફ્રેન્ચ એનર્જી જાયન્ટ ટોટલ એનર્જીસ સંચાલન અને શેરમૂડી (3 અબજ ડોલરથી વધુ) બંનેમાં પાર્ટનર છે.
– ATL : કતારની કતાર ઈનવેસ્ટમેન્ટ ઓથોરિટીના સોવરીન વેલ્થ ફંડે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની પેટા કંપની અદાણી ઈલેક્ટ્રીસિટી, મુંબઈ લિમિટેડમાં આશરે 430 મિલિયન યુએસ ડોલરથી વધુ રકમનું મૂડી રોક્ણ કર્યુ છે.

– ATGL : ફ્રેન્ચ એનર્જી જાયન્ટ ટોટલ એનર્જીઝ 37.4 ટકા ઈક્વિટી લીધી છે.

– AEL : વિલ્મર ગ્રુપ સાથેનુ 50 ટકા સંયુક્ત સાહસ છે.

◆ કોવિડ-19 દરમ્યાન અદાણી ગ્રુપના પોર્ટપોલિયોના પર્ફોર્મન્સની એક ઝલક
FY 2020 : એબીટા રૂ. 26,400 કરોડ
FY 2021 : એબીટા રૂ. 32,300 કરોડ
દૃષ્ટિબિન્દુ…
– વર્તમાન જાહેરાતો અને ડિસક્લોઝર્સને આધારે માર્ચ 2022માં પણ સમાન પ્રકારની વૃધ્ધિ જળવાઈ રહેવાની અપેક્ષા છે. અદાણી પોર્ટસમાં 11 થી 12 ટકાનો કાર્ગો વોલ્યુમ ગ્રોથ જોવા મળે છે. AGELની ક્ષમતા નાણાંકીય વર્ષ FY 20માં 2 GW થી વધીને FY 2022માં પાંચ ઘણી વધીને 10 GWની નજીક પહોંચશે. સમાન પ્રકારે અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ 2500 ckm નો ઉમેરો કરીને 20,000 ckm ટ્રાન્સમિશન એસેટનો આંક વટાવી જશે. આ બધા પરિબળોના કારણે અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓ FY 2022માં અને તે પછી પણ ઉત્તમ કામગીરી કરવાનું ચાલુ રાખશે.

– અદાણી ગ્રુપનો પોર્ટફોલિયો આ રીતે તેના તમામ વર્ટિકલ્સમાં વધુને વધુ ઝડપી વૃધ્ધિ ચાલુ રાખીને તેના સહયોગીઓના મૂલ્યમાં વૃધ્ધિ કરતું રહેશે. અમે અમારા સહયોગીઓને અનુરોધ કરીએ છીએ કે બજારના અનુમાનોથી અસ્વસ્થ થાય નહીં. તેવી અદાણી ગ્રુપની યાદીમાં જણાવાયું છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ ધરણાં કરનાર મારાજ હવે ગાંજાના કેશમાં પકડાયા…

Kutch Kanoon And Crime

81 હજારનો દારૂ 10 હજારનો મોબાઈલ અને બે બુટલેગરો સાથે 91 હજારનો મુદામાલ કબ્જે કરતી અંજાર પોલીસ

કચ્છમાં અમુક માઇકધારી મીડિયાના મજૂરોથી સાવધાન થવાનો સમય આવી ગયો છે

Kutch Kanoon And Crime

Leave a comment