(હવે રહી રહીને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સંવેદના વ્યક્ત કરી)
મુન્દ્રા પોલીસ અત્યાચારનો વધુ એક યુવાન ભોગ બન્યા બાદ કચ્છી ચારણ ગઢવી સમાજમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે મુન્દ્રા પોલીસ કસ્ટોડિયલ ડેથના ફરાર આરોપીઓ હજુ સુધી પકડાયા નથી ત્યાં વધુ એક યુવાન મૃત્યુ પામતા ચારણ ગઢવી સમાજમાં પોલીસ પ્રશાસન અને સરકાર તથા સત્તાધારી પાર્ટી સામે રોષ ફાટી નીકળ્યો છે. આ ચકચારી પ્રકરણને લઈને આવતી કાલે ચારણ-ગઢવી સમાજ દ્રારા મુન્દ્રા બંધનું એલાન અપાયું છે અને સમાઘોઘા ગામે વિશાળ સભાનું આયોજન કરીને ગુજરાત સરકાર અને નિષ્ઠુર સત્તાધારી પાર્ટી કે જેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી તથા પોલીસ પ્રશાસનની આંખો ખોલવા અને સત્તાધારી પાર્ટીને સમાજની તાકાતનો પરચો બતાવવા માટે ઉગ્ર આંદોલનના શ્રીગણેશ કરાય તેવી શક્યતા છે સમાજના બે યુવાનો પોલીસ અત્યાચારનો ભોગ બન્યા છે એ હકીકત હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે સહાનુભૂતિના બે શબ્દો પણ વ્યકત નથી કરાયા કે સહાયની કે આમાં સામેલ કોઈને પણ છોડવામાં આવશે નજી તેવી કોઈ જાહેરાત નથી કરાઈ ત્યારે સ્વભાવિક છે શું હાથમાં સત્તાધારી પાર્ટી અને સરકાર સામે સવાલ ઉઠવાના જ, છતાં કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ પણ હરફ ઉચારવાનું નથી માન્યું એકમાત્ર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા શિવાય કોઈએ પણ પોતાના પ્રત્યાઘાત નથી આપ્યા. આ બાબતને અત્યંત શરમજનક ગણાવીને ચારણ ગઢવી સમાજના આગેવાનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. સરકાર અને સત્તાધારી પાર્ટી હજુ પણ જો મૌન રહી તો આગામી દિવસોમાં ચારણ ગઢવી સમાજમાંથી સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા કઈ કેટલાયના રાજીનામાં પડે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી, અને જો તેમ થાય તો સત્તાધારી પાર્ટીને કચ્છમાંથી ખૂબ મોટું નુકસાન થઈ શકે છે એ વાતની સરકારે ગંભીરતાથી નોંધ લેવી પડશે. ઉપરાંત પોલીસ પ્રશાસનને સંબંધ છે ત્યાં સુધી પોલીસે હવે કોઇપણ કાળે ફરાર આરોપીઓને શોધી કાઢવા પડશે અને જો પોલીસ પ્રશાસન આરોપીઓને શોધી કાઢવામાં નિષ્ફળ ગયું અથવા તો આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા અને આ સમાજના હાથે ચડી ગયા તો પરિણામ ગંભીર આવી શકે છે જેની પોલીસ અધીકારીઓને પણ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. યાદ રહે સહનશીલતાની હદ હોય છે અને જ્યારે મર્યાદા પૂરી થઈ જાય ત્યારે ગમે તે પરિણામ આવી શકે છે અને એ પરિણામો ખૂબ જ ગંભીર હોય છે એની સરકાર અને પ્રશાસને નોંધ પડશે. દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બનેલી શરમજનક ઘટનામાં ચારણ ગઢવી સમાજ ના બે યુવાનોના મોત થયા બાદ આ મામલે ચારણ ગઢવી સમાજે ઉગ્ર રોષ વ્યક્ત કરતા અને અત્યાર સુધી કોઈ અકળ કારણોસર મૌન ધારણ કરી બેઠેલા કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધારી પક્ષ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં એકાએક સંવેદના પ્રગટ થઈ છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા કચ્છના સાંસદ થી લઈને વાયા રાજ્યમંત્રી વાસણભાઇ થઈ ધારાસભ્ય સુધીના નેતાઓ ના નામે સંવેદના વ્યક્ત કરી ગઢવી ચારણ સમાજ માં રહેલા રોષને ઠારવાનો પ્રયાસ થયો છે.
કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેશુભાઇ પટેલની યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા. રાજ્યમંત્રી વાસણભાઇ આહિર. ધારાસભ્ય સર્વશ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય. માલતીબેન મહેશ્વરી. વિરેન્દ્રસિંહ જાડેજા. પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ સહિતના નેતાઓ દ્વારા આ ઘટનાને દુઃખદ ગણાવી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ફરાર આરોપીઓ ઝડપથી પકડાયા એ તે માટેની રજૂઆત સાથે પોતાની સંવેદના વ્યક્ત કરાઈ છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા રીતસર મેદાનમાં આવીને પોતાની લાગણી વ્યક્ત કર્યા બાદ કચ્છ જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા કચ્છના ચુંટેલા પ્રતિનિધિઓના હવાલા ટાંકીને વ્યક્ત કરાયેલી સંવેદના હવે ચારણ ગઢવી સમાજ સ્વીકારે છે કે કેમ તે જોવાનું રહ્યું.
પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334