Kutch Kanoon And Crime
AbdasaBreaking NewsGujaratKutchPoliticsSpecial Story

દોઢ ફુટીયા કાર્યકરોના ભરોસે ડોક્ટર શાંતિલાલ સેંઘાણીની ભેંસ પાડો તો નહીં જણે ને…?!!!

…અબડાસા મતવિસ્તાર એક ઝલક…

અબડાસા મત વિસ્તારમાં મુખ્ય રાજકીય પક્ષના બંને ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યાની સાથે પ્રચારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે પ્રથમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ઉમેદવારી પત્ર ભર્યાના બીજા દિવસથી પોતાના પ્રચારના ઘોડા ચૂંટણી જંગના મેદાનમાં ઉતારી દીધા છે ત્યારબાદ હવે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ પણ વિધિવત રીતે ઉમેદવારી નોંધાવ્યા પછી શ્રી સેંઘાણીએ પોતાના પ્રચાર માટે ઘોડા દોડતા કર્યા છે પરંતુ શ્રી સેંઘાણીનું પ્રચારનું માળખું દોઢ ફૂટીયા કાર્યકરોના ભરોસે દોડતું થયું હોય તેવું ઉમેદવારીપત્ર ભર્યાના બીજા દિવસથી શરૂ થયેલા પ્રચારના ચિત્ર પરથી દેખાવા લાગ્યું છે ત્યારે અબડાસા મતવિસ્તારના રાજકીય પંડિતો કયાશ કાઢતા કહે છે કે, જો કે આ રીતે કોંગી ઉમેદવારનો પ્રચાર માળખું દોઢ ફુટીયા કાર્યકરોના ભરોસે રહેશે તો ડોક્ટર શાંતિલાલની ભેંસ છેલ્લી ઘડીએ પાડા જણે તો નવાઈ પામવા જેવું નહીં હોય. કોંગી ઉમેદવાર ડોક્ટર સેંઘાણી બિન વિવાદાસ્પદ અને સ્વચ્છ છબી ધરાવે છે તેમાં બે મત નથી પરંતુ તેમના પ્રચાર પ્રસારની ભાગદોડ જેમના હાથમાં અપાઇ છે એ એવા કાર્યકરો છે જેમના ચૂલા વખતો વખતની યોજાતી ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવારોના આશીર્વાદથી સળગતા હોય છે એ દોઢ ફૂટીયા કાર્યકરો એવા જેમને ગામમાં કોઈ ચા પણ ન પીવડાવે એવા દોઢ ફુટીયા કોંગ્રેસ કાર્યકરો કાર્યાલયમાં બેસી એ.સી. ચેમ્બરમાં હવા ખાઈ કોમ્પ્યુટરનો ક પણ ન આવડતું હોય અને ડોકટર શાંતીલાલ સેંઘાણી સામે સીન સપાટા મારી આશીર્વાદ લેવા નલિયા પહોંચી આવ્યા હતા. તેવા પક્ષના કહેવાતા કાર્યકરો ઉમેદવારની આંખમાં ધૂળ નાંખી અલગ ગણિત કરતા રહ્યા છે ત્યારે કોંગી ઉમેદવાર એવા ડોક્ટર સેંઘાણી દોઢ ફૂટીયાઓના ભરોસે રહ્યા તો આ પેટાચૂંટણી તેમના માટે સબક બની જશે તેમાં બેમત નથી.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પડેયાર બન્ને મુખ્ય પક્ષોની ઊંઘ ઉડાળશે..?

Kutch Kanoon And Crime

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શ્રી કેશુભાઈ પટેલનું અમદાવાદ ખાતે નિધન : રાજ્ય સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો

Kutch Kanoon And Crime

સોનાપુરીમાં છોકરાને રમવા બાબતે મહિલાને માર મરાયો…

Leave a comment