Kutch Kanoon And Crime
Breaking NewsBhachauCrimeGujaratKutchSpecial Story

ભચાઉના શિકારપુર ઓનર કિલિંગ ખૂન કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજૂર કરાવતા સરકારી વકીલ ડી.બી.જોગી અને હિતેન્દ્રસિંહ જાડેજા

આ કેસની વિગત એવી છે કે ફરિયાદી રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ઉ. વ. 25 શિકારપુર તાલુકો ભચાઉવાળાએ સામખયારી પોલીસ સ્ટેશન સમક્ષ ફરિયાદ નોંધાવેલ જે ફરિયાદની વિગત એવા પ્રકારની છે કે આરોપી મુસ્તાક સુમરા ત્રાયાના બહેન ફરીદા તથા મરણ જનાર ક્રિપાલસિંહ જાડેજા જે બંને એકબીજાના પ્રેમ સંબંધમાં હોઈ ક્રિપાલસિંહ અને આરોપીઓ વચ્ચે પતાવટની વાત થતા આરોપીએ કાવતરું રચી મરનારને ઘરે જઈ ધારદાર હથિયારોથી તેનું અપહરણ કરી તેને મરી ઘરની પાસે આવેલ મેદાનમાં ફેંકી ગયેલ હોઈ તેઓની ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશનમાં થતા આરોપીની ધરકપડ કરવામાં આવેલ ત્યાર બાદ આરોપીઓ જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરતા તેઓની જામીન અરજી રદ કરવા સરકારી વકીલ શ્રી ડી.બી. જોગીની ધારદાર દલીલોથી જામીન અરજી કેન્સલ કરેલ આ બંને આરોપીઓ મુસ્તાક રસુલ ત્રાયા અને ઇમરાન શેરમામદની જામીન અરજી નામદાર શ્રી નવમા એડિશનલ સેશન્સ જજ ભચાઉ એમ.એફ. ખત્રીની કોર્ટમાં જામીન અરજી નામજૂર કરતો હુકમ કરેલ આ કેસમાં સરકારી વકીલ ડી.બી. જોગી અને ફરિયાદી વકીલ હિતેન્દ્રસિંહ વાઘેલા સાથે હરીશ ખાતેચા હાજર રહ્યા હતા અને તેઓની ધારદાર દલીલોએ જામીન અરજી કેન્સલ કરવામાં કામે લાગી હતી.

સ્ટોરી : દિનેશ જોગી

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

સરકારના નિયમનું પાલન કરી ભગવાન શ્રી પરશુરામ જયંતી ઘરમાં રહીને ઉજવવામાં આવી

Kutch Kanoon And Crime

અબડાસાના મોટી સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના વધુ 20 પેકેટ મળ્યા

Kutch Kanoon And Crime

કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે એકનો જીવ લેનાર ગેંગવોર મામલે 16 આરોપીઓની ધરપકડ : અદાલતે સાત દિવસના રિમાન્ડ આપ્યા

Kutch Kanoon And Crime

Leave a comment