Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસે ઢાબા પરથી 11,900/- નો ગાંજો પકડ્યો

પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી બોર્ડેર રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ સૌરભ તોલંબિયા સાથે ભુજ વિભાગના પોલીસ અધિક્ષકશ્રી જે. એન. પંચાલની સૂચના અને માર્ગદર્શન મુજબ એન.ડી.પી.એસ જેવા પ્રતિબંધિત કેફી માદક દ્રવ્યોની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લાવવા કડક કામગીરી કરવાની સૂચના મળતા એન.ડી.પી.એસ.ના ગુના શોધી કાઢવા મુન્દ્રા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોસ્ટેબલ શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ સાથે દિગ્વિજયસિંહ ભરતસિંહ ગોહિલને મળેલ બાતમીના આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશન પી.આઈ., એમ.બી. જાનીની સૂચનાથી સ્ટાફ બાતમીવાળી જગ્યા માંડવી અંજાર હાઈવે પર વવાર પાટિયાથી મનસાબાબા ઢાબા પર રેડ કરતા જયનાથ જાનકી રાય ઉંમર વર્ષ ૪૨ રહે મનસાબાબા ઢાબા અંજાર છસરાની સીમ મૂળ રહેવાસી દરિહરા ભુઆલ તા. સોનપુર જિલ્લો સારન બિહારવાળાના ઢાબા પરથી માદક પદાર્થ ગાંજો 1 કિલો 700 ગ્રામ કિંમત રૂપિયા 11,900/- સાથે પકડી પાડી 1,000/-નો  મોબાઈલ તેમજ રોકડા 4,150/- રૂપિયા સાથે 17,050/-નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પી.આઈ., એમ.બી. જાની, એ.એસ.આઈ., જીગ્નેશ અંસારી, પો.હેડ.કોન્સ., શક્તિસિંહ ગોહિલ, રવજીભાઈ બરાડીયા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, અશોક કનાદ, દિગ્વિજયસિંહ ગોહિલ, પો.કોન્સ., જયદેવસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, ગાફુરજી ઠાકોર વગેરે સાથે રહ્યા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ગત જૂન 2019માં મસ્કા ગામે આશિષ જોશી નામના યુવાનની હત્યા કરીને ફરાર થઈ ગયેલ એક પંજાબી યુવાન પકડાઈ ગયો

Kutch Kanoon And Crime

કચ્છમાં બહુ ચર્ચિત હની ટ્રેપ મામલે વડોદરાથી યુવતીની ધરપકડ

Kutch Kanoon And Crime

R.R.Cellની બાઝ નજરમાં 31’ની પાર્ટી માટે દારૂ મંગાવનારા બૂટલેગરો સફળ નહીં થાય…

Kutch Kanoon And Crime

Leave a comment