Kutch Kanoon And Crime
GujaratIndiaKutchSpecial Story

કચ્છનું નામ રોશન કરતાં ડો. અંકિત જાની ઇંગ્લેન્ડમાં સેવા આપી રહ્યા છે

કોવિડ-19 મહામારીમાં વિશ્વની તમામ ગતિવિધિઓ અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. આર્થિક સંઘર્ષની સાથે લોકો સ્વાસ્થ્યના પ્રશ્નો ઉલેચવા મથી રહ્યા છે. આવા સમયે તબીબી સંઘર્ષને પણ ભુલી ન શકાય. કોરોના વોરિયર્સ ડોક્ટર્સ આ મહામારીના કર્તા-હર્તા છે. આવાં જ એક ભારતીય ડોક્ટર અંકિત જાની યુ.કે.માં કોરોના વોરિયર તરીકે સેવા આપીને કચ્છ સાથે દેશનું નામ રોશન કરી રહ્યા છે. કચ્છમાં સૌપ્રથમ પ્રાઈવેટ લેબોરેટરી સ્થાપનાર ખ્યાતનામ અતુલભાઈ જાનીના દીકરા ડો. અંકિત- ડર્બી રોયલ હોસ્પિટલ, યુ.કે.માં કોરોના વોર્ડમાં ફરજ બજાવી રહ્યા છે. તેમણે રશિયાથી MDની પદવી મેળવી લીધા બાદ કેનેડામાં તબીબી નોકરી સાથે ડિપ્લોમા સોનોગ્રાફીની ડિગ્રી પણ હાંસલ કરેલ છે. ગત વર્ષ તેમણે યુ.કે.માં ફિજીશિયનની પરીક્ષા આપી અને ત્યાં જ સારી ઓફર મળતા જોબ સ્વીકારી લીધી અને હાલ વર્તાઇ રહેલી મહામારીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ડો. અંકિતના પત્ની પણ કેનેડા સ્થિત હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. એકબીજાથી દૂર આ દંપતી સતત દર્દીની સારવાર કરવામાં પોતાને વ્યસ્ત બનાવી દીધું છે.

(જાહેર ખબર અષાઢી બીજ)

Ads

ડર્બી સ્થિત ગુજરાતી સમાજ ધ્વારા ડો. અંકિતની કામગીરીને બિરદાવતાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મૂળ કચ્છના ડો. અંકિત સાથે ટેલિફોનિક વાતમાં આ પરિસ્થિતિને ઉલ્લેખીને જણાવે છે કે, સમગ્ર વિશ્વમાં આ મહામારીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતી બધે ખરાબ છે પરંતુ એક ભારતીય તરીકે મને ગર્વ છે કે વિશ્વનાં ટોચનાં દેશોના મુકાબલે ભારતની સ્થિતિ ખૂબ સારી છે. આ પરિસ્થિતિનો સામનો આપણે સૌ સાથે મળીને કરવો પડશે. દરેક લોકોએ શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવું ખૂબ જરૂરી છે. જલ્દીથી આ બીમારીની દવાઓ શોધાઈ જશે અને આ મહામારીમાં થઈ રહેલા નુકશાનથી બચી શકાશે.

અહેવાલ : પૂર્વી ગોસ્વામી

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

વડાલા જૂથ ગ્રામ પંચાયતને ખાનગી ઉદ્યોગ દ્વારા સફાઈ માટે 1, 29,000/- અપાયા

Kutch Kanoon And Crime

કચ્છમાં બહુ ચર્ચિત હની ટ્રેપ મામલે વડોદરાથી યુવતીની ધરપકડ

Kutch Kanoon And Crime

તુર્ક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત ધ્રબ હોસ્પિટલને MICT (DP WORLD) દ્વારા વેન્ટિલેટર મશીન ડોનેટ કરાયું

Kutch Kanoon And Crime

Leave a comment