Kutch Kanoon And Crime
Breaking NewsGujaratIndiaKutchSpecial Story

કચ્છના કુકમા અને વરસામેડી ગ્રામ પંચાયતને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર જાહેર થયું

કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયે કચ્છની ભુજ તાલૂકાની કુકમા ગ્રામ પંચાયત અને અંજાર તાલુકાની વરસામેડી ગ્રામ પંચાયતને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર 2020 જાહેર કરાયું હતું. કુકમા ગ્રામ પંચાયતના સરપંચ કંકુબેને વધુ માહતી આપતા જણાવ્યુ હતું કે, વર્ષ 2018/19 માટે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સંયુંકત સચિવે આખા દેશમાં જુદા જુદા રાજ્યની ગ્રામ પંચાયતોને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર,ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન એવોર્ડ અને ચાઈલ્ડ ફ્રેંડલી ગ્રામ પંચાયત એવોર્ડ જાહેર કર્યા છે.આખાય ગુજરાતમાં 11 ગ્રામ પંચાયતોને પુરસ્કાર જાહેર કરાયા છે જેમાં કચ્છમાંથી બે જ ગ્રામ પંચાયતોના ફાળે પુરસ્કાર ગયા છે. જેમાં ભુજ તાલુકાની કુકમા અને અંજાર તાલુકાની વરસામેડી ગ્રામ પંચાયતના ફાળે પુરસ્કાર ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુકમા પંચાયતના મહીલા સરપચં કંકુબેન અમૃત વણકરના પરીવારમાંથી અનેક સભ્યોએ હસ્તકળાને લગતા એવોર્ડ મેળવ્યા છે. ‘દિવ્ય ભાસ્કરે’ પણ કુકમા ગ્રામ પંચાયતના સરપચં કંકુબેન અમતૃ વણકરને દમદાર સરપંચનો એવોર્ડ આપી નવાજ્યા હતા. કુકમાના મહીલા સરપચં અગાઉ રાષ્ટ્રપતિના હસ્તે હસ્ત તમ સચિવે આખા દેશમાં જુદા જુદા રાજ્યની ગ્રામ પંચાયતોને કળાનો શીલ્પ ગુરૂ રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવી ચુક્યા છે આ નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર, ગ્રામ હવે કુકમા ગ્રામ પંચાયતમાં સારી કામગીરી કરી પંચાયતને પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન એવોર્ડ અને ચાઈલ્ડ ફ્રેન્ડલી સશક્તિકરણ પુરસ્કાર અપાવી કચ્છને ગૌરવ અપાવ્યું છે.

અહેવાલ : પૂર્વી ગોસ્વામી
પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

ભુજમાં પૂજા ડાઇનિંગ હોલ દ્વારા ફોન કરીને ઘર બેઠા અનોખી ટિફિન સર્વિસ ચાલુ કરાઈ : જાણો વિગત

Kutch Kanoon And Crime

અબડાસાના ધારાસભ્ય આખરે મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથ મામલે ખુલ્લીને સામે આવ્યા

Kutch Kanoon And Crime

અબડાસાના કડુલી અને પિંગલેશ્વર દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં 10 પેકેટ ચરસના મળ્યા બાદ હવે લખપત દરિયાઇ વિસ્તારમાંથી આજે BSF જવાનોને વધુ 8 પેકેટ મળી આવ્યા

Leave a comment