Kutch Kanoon And Crime
Breaking NewsKutchSpecial Story

મુન્દ્રા તાલુકાના વડાલા સરપંચ વિશે ખોટી અફવા ફેલાવનાર તેજશ અનિલ મોરારજી સોની એ માંગી માફી

કોરોના વાયરસની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વ જ્યારે લડી રહ્યું છે ત્યારે સૌ માનવી પોતાની દેશહિત માટેની ફરજ સમજી આ મહામારી સામે દેશ સાથે ખભે થી ખભા મલાવી સાથ આપી રહ્યું છે ભારત દેશની વાત કરવામાં આવે તો અમુક ગણ્ય ગાંઠ્યા લોકો સોસિયલ મીડિયાના માધ્યમથી ખોટા ખોટા મેસેજ કરી ખોટી પ્રકસિદ્ધ ખાતર પોતાના દેશ કે દેશમા આવેલા ગામડાઓના સરપંચને કે જે લોકો હાલની પરિસ્થિતિમાં સરકાર સાથે સેવાકીય કામ કરી પોતાની ફરજ અદા કરી રહ્યા છે ત્યારે આ મહાસય તેજશ અનિલ મોરારજી સોની જે પોતે એક જવાબદાર નાગરિક અને મુંબઇમાં રહેતા હોવા છતાં ત્યાંથી પોતાના ટ્વિટર એકાઉન્ટથી ક્ચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વડાલા ગામના સરપંચને ખોટી રીતના બદનામ કરતો મેસેજ ફોરવર્ડ કર્યો જેમાં તેને લખ્યું હતું કે (વડાલા ગામના સરપંચ જે લોકો મુંબઈથી પોતાના માંદરે વતન આવીને કોરોન્ટાઇન સેન્ટરમાં રખાય છે તેમની પાસેથી 10 હજાર રૂપિયા લેવાની માંગ કરી રહ્યા છે) ત્યારે આ મેસેજની પુષ્ટિ કરતા તે મેસેજ તેજસ અનિલ મોરારજી સોનીએ પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટથી મેસેજ કરેલ હતું જે મેસેજમાં સરપંચને ખોટી રીતના બદનામ કર્યું હતું જેની તેજસ અનિલ મોરારજી સોનીને ધ્યાન આવતા તેજસ અનિલ મોરારજી સોનીએ દરેક ક્ચ્છવાસીઓ સાથે મુંબઇ રહેતા તમામે તમામ પાસેથી માફી માંગી છે અને ભવિસ્યમાં આવી કોઇ અફવા ફેલાવસે નહિ તેવી ખાત્રી આપી હતી. જે તેજસ અનિલ મોરારજી સોની જેનું મૂળ ગામ મુન્દ્રા તાલુકાનું વડાલા છે અને તેઓ હાલે મુંબઇ મુલુન્ડમાં રહે છે. તો તેજસ અનિલ મોરારજી સોની હવેથી દેશહિત માટે પોતાની નૈતિક ફરજ સમજી વડાલા ગામમાં થતી વિકાસની પ્રવૃત્તિમાં સાથે રહેશે તેવી આશા ગામલોકો દ્વારા ઉઠવા પામી હતી.

નિતેશ ગોર – 9825842334
સમીર ગોર – મુન્દ્રા

Related posts

અને હવે જેન્તી ઠક્કરની પાસા હેઠળ ધરપકડ : ભાવનગર જેલમાં મોકલાયો

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં ત્રણ વર્ષીય માસુમ બાળકી ગુમ થયા બાદ મૃત હાલતમાં મળી આવી

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશન-મુંદરા અને ખેડૂતોની ભાગીદારીથી થઈ રહેલ વરસાદી જળ સંગ્રહની કામગીરી

Kutch Kanoon And Crime

Leave a comment