Kutch Kanoon And Crime
GujaratKutch

જી.કે.માં રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ પ્રયોગ : જુદા જુદા કર્મચારીઓ અને વડીલોને દવા અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

વિશ્વવ્યાપી કોરોના વાયરસનાં સંક્રમણ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી પ્રવર્તમાન સારવારને વધુ સરળ બનાવવા જીલ્લા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્રનાં પગલાઓ માટે પ્રેરિત કર્યું છે તે મુજબ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાલતા આયુર્વેદ પ્રખંડ દ્વારા જુદી-જુદી દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિયામકશ્રી આયુષની અને જીલ્લા આરોગ્ય અધિકારીની સુચના અને જી.કે.ના વહીવટી તંત્રનાં માર્ગદર્શન કરવા હાલની રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શહેરમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા પોલીસકર્મીઓ, નગરપાલિકાના સફાઈકર્મીઓ તથા જુદી જુદી સરકારી કચેરીના સ્ટાફને અને જી.કે.જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ દવાનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત માધાપર યક્ષ મંદિર ક્વોરેન્ટાઇન સેન્ટરમાં નિયમિત આયુર્વેદ અમૃત પેય અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હાલમાં વડીલોમાં પણ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે સંસમનીવટી અને અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એમ રાજ્ય સરકાર પ્રેરિત જી.કે.માં આયુર્વેદ વિભાગ સંભાળતા ડો.પીયુષ ત્રિવેદીએ જણાવ્યું હતું.

નિતેશ ગોર – 9825842334

Related posts

નાપાક છ પાકિસ્તાનીઆે સાથે જખૌ નજીક દરિયામાંથી ૪૦૦ કરોડના હેરોઇનનો જથ્થો ઝડપાયો

Kutch Kanoon And Crime

હમીરપરમાં એક સાથે 5 હત્યાના ખળભળાટ માચાવનાર કિસ્સામાં વધુ એક આરોપીના જામીન : ધારાશાસ્ત્રી હેતલકુમાર જે. સોનપાર વિનોદકુમાર જી. મકવાણાની ધારદાર દલીલ કામે લાગી

Kutch Kanoon And Crime

વરસાદના ચાર છાંટા પડ્યા તેમાં મોટી સિંધોડી વાડી વિસ્તારમાં 48 કલાકથી લાઈટ બંધ…

Leave a comment