112ની ઇમરજન્સી કોલ મળતાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ : 112 જનરક્ષક અને 108ની ટીમ પણ જોડાઈ…
તારીખ 18/11/2026ના રોજ સવારે 10:50 વાગ્યાના અરસામાં 112 ઇમરજન્સી નંબર પરથી ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી કે ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસે એક વ્યક્તિ ઘરની અંદર ફસાઈ ગયા છે અને ઘરનો દરવાજો ખૂલી રહ્યો નથી. જાણ મળતાં જ ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં ઘરના દરવાજાને ખોલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ દરવાજો ન ખૂલતાં આખરે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. જોકે, અંદર જતાં જ એક વ્યક્તિ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવને પગલે સ્થળ પર ઉપસ્થિત ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ, 112 જનરક્ષક તથા 108 ઇમરજન્સી સેવાની ટીમ જોડાઈ હતી.
અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા…
