Kutch Kanoon And Crime
GujaratKutchSpecial Story

શક્તિ મહિલા સંગઠનનો સેવાકીય સંકલ્પ : 20 બહેનોને સિલાઈ મશીનનું વિતરણ…

‘સેવા પખવાડિયા’ અંતર્ગત આત્મનિર્ભર નારીના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પહેલ…

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલા ‘સેવા પખવાડિયા’ અંતર્ગત શક્તિ મહિલા સંગઠન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના શુભ હેતુથી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ સ્થિત Lions Charitable Trust ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ બહેનોને કુલ 20 સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને સ્વરોજગારની તક મળે અને તેઓ પોતાના કૌશલ્યના આધારે પરિવારને આર્થિક રીતે સહયોગ આપી શકે તેવા ઉદ્દેશ સાથે આ પહેલ કરવામાં આવી હતી. સિલાઈ મશીન મળવાથી બહેનો ઘરેથી જ સિલાઈ કામ શરૂ કરી પોતાની આવકનું સાધન ઊભું કરી શકે તેવો આશય સંગઠન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી વિનોદભાઈ ચાવડા, દેવજીભાઈ, ધવલભાઈ, હિતેશભાઈ, ભીમજીભાઈ, અશોકભાઈ, મિતભાઈ, આશિકાબેન, માનશીબેન સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શક્તિ મહિલા સંગઠનના આ સેવાકીય પ્રયાસને બિરદાવી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન બીનાબેન ભાનુશાલી અને ડોલીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રો. બીના ભાનુશાલીની પહેલને આ પ્રસંગે મહત્વ આપવામાં આવ્યું હતું. કચ્છના ખૂણે-ખૂણે વસતી બહેનોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવાયું હતું. મહિલાઓને માત્ર સહાય પહોંચાડવાને બદલે તેમના હાથમાં રોજગારનું સાધન આપી સ્વાવલંબન તરફ આગળ વધારવાનો આ પ્રયાસ છે. જિલ્લાના હોદ્દેદારો અને ઉપસ્થિત આગેવાનોએ પણ આ પહેલને આવકારી હતી અને નારી શક્તિના સશક્તિકરણ માટે આવા સેવાકીય કાર્યો સતત આગળ વધે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. શક્તિ મહિલા સંગઠન દ્વારા જણાવાયું હતું કે, “નારી શક્તિને આત્મનિર્ભર બનાવવાનો અમારો આ નાનકડો પ્રયાસ છે.” મહિલાઓને કૌશલ્ય, રોજગાર અને સ્વાવલંબન સાથે જોડવાના આવા પ્રયાસોથી સમાજમાં મહિલા સશક્તિકરણને વધુ વેગ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર ભુજ દ્વારા

Related posts

સોશ્યિલ મીડિયામાં અભદ્ર પોસ્ટ કરવા બદલ અંજારના યુવાન સામે F.I.R.

Kutch Kanoon And Crime

કચ્છ ભાજપના દિગ્ગજ નેતા તારાચંદભાઈ છેડાનું નિધન

Kutch Kanoon And Crime

2 લાખ 25 હજારની લાંચ લેવા જતા માંડવી નગરપાલિકાના હેડ ક્લાર્ક સહિત બે રંગે હાથ ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment