Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

અમદાવાદ ખાતે આનંદ નગરમાં (PG) પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી કચ્છી યુવતી પર દુષ્કર્મ…?! : સિક્યુરિટી ગાર્ડ ધર્મવીરસિંહની ધરપકડ…

અમદાવાદ ખાતે આનંદ નગરમાં (PG,પેઇંગ ગેસ્ટ) તરીકે રહીને ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરતી એક કચ્છી યુવતી પર વહેલી સવારે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મ આચરાયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર યુવતી કચ્છની હોવાનું જાણવા મળે છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર યુવતી આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પોતાના ફ્લેટમાંથી બહાર નીકળી છત પર આંટા મારતી હતી એ દરમિયાન બિલ્ડીંગનો સિક્યુરિટી ગાર્ડ છત પર પહોંચી ગયો હતો અને યુવતીને વાયરથી ગળું દબાવી નીચે પાડી દુષ્કર્મ આચાર્યો હતો. દુષ્કર્મ બાદ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપીનું નામ ધર્મવીરસિંહ હોવાનું અને ચારેક દિવસ અગાઉ જ તે સિક્યુરિટી ગાર્ડ તરીકે અહીં નોકરીએ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે સિક્યુરિટી ગાર્ડ CCTV કેમેરામાં દેખાયા બાદ પોલીસે તાત્કાલિક સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધો છે. જોકે આ સમગ્ર પ્રકરણ અંગેની સત્તાવાર વિગતો હજુ જાહેર નથી કરાઈ પરંતુ મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર યુવતી કચ્છી હોવાનું જાણવા મળે છે. ભોગ બનનાર યુવતી વહેલી સવારે બિલ્ડીંગના ધાબા પર વોકિંગ માટે ગઈ હતી અને કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી એ વખતે ત્રાટકેલા આરોપી ધર્મવીરસિંહે તેણીને જમીન પર પાડી દઈ દુષ્કર્મ હતું. આ સમયે યુવતીએ રાડા રાડ કરી હતી પરંતુ વહેલી સવાર જોવાથી તેની મદદતે કોઈ આવ્યો નહોતું અને આરોપીએ પોતાનો બદઇરાદો પાર પાડી લીધો હતો. અમદાવાદ પોલીસ દ્વારા સબ સલામતીના ઢોલ પીટાય છે અને અપરાધીઓ ક્યાંથી પણ શહેરમાં ન ગુસે તે માટે ચારે તરફ નાકાબંધીના દાવા કરાય છે તેની વચ્ચે બનેલી આ ઘટનાએ અમદાવાદ પોલીસની સાવચેતીના દાવાઓની પોલ ખોલી નાખી છે. આ ઘટનાની જાણ થતા સંબંધિત યુવતીના પરિવારજનો અમદાવાદ પહોંચ્યાનું પણ જાણવા મળે છે.

Related posts

કોઠાર ખાતેથી એલસીબી પોલીસની ટીમે શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડયો

ઇન્ડિયન ક્રિકેટર એમ.એસ.ધોનીના સોશ્યિલ એકાઉન્ટ પર તેમની દીકરીનું અપહરણ કરવાની ધમકી… મુન્દ્રાના નાના કપાયામાંથી એક કિશોરને પોલીસે ઉપાડ્યો

Kutch Kanoon And Crime

કસ્ટોડિયન ડેથના ફરાર આરોપીઓ નજીક પહોંચી પોલીસ : સમધોઘા ગામેથી બે શકમંદોને ઉઠાવાયા…?

Kutch Kanoon And Crime

Leave a comment