Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

સુમરાસર (શેખ) ગામની સીમમાંથી પશુમાંસનું ગેરકાયદેસર કતલખાનું ઝડપાયું…

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા માધાપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સુમરાસર (શેખ) ગામની સીમમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા પશુમાંસના કતલખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલ આરોપીમાં 45 વર્ષિય આદમ અલીમામદ કુંભાર જે રહે સુમરાસર (શેખ), તાલુકો ભુજ જેની પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલમાં પશુમાંસનો આશરે 40 કિલો જથ્થો જેની કિંમત રૂપિયા 2,000/- સાથે બે પ્લાસ્ટિકની બરણી, લાકડાના હાથાવાળી કુહાડી, બે ધારદાર છરી, વજન કાંટો તથા વજનિયા જેની કિંમત રૂપિયા 200/- અને એક વાહન કિંમત રૂપિયા 1,00,000/- તેમજ બે મોબાઇલ ફોન કિંમત રૂપિયા 1,000/- સહિત કબ્જે કરવામાં આવ્યા છે. આરોપી સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ કામગીરી કરનાર પોલીસ ટીમમાં ASI પંકજકુમાર કુસ્વાહ, અનિરૂદ્ધસિંહ રાઠોડ, HC ધર્મેન્દ્ર રાવલ, નવીનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ PC ભરતભાઈ ગઢવીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

કચ્છ જિલ્લા ભાજપ આગેવાનો દ્વારા પ્રગતિ પથ યાત્રાને પ્રસ્થાન કરાયું…

આવતી કાલથી ફક્ત સવારે 7 થી બપોર 12 વાગ્યા સુધી જ જરૂરી કામ માટે બહાર નીકળવુ : વગર કામે નીકળ્યા તો ડિટેઇન થઇ જશો

Kutch Kanoon And Crime

ખીરસરા (કોઠારા)ના ક્ષત્રિય યુવાનની મહિલા મામલે હત્યા : બે પરપ્રાંતીયો સહિત ત્રણની ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment