Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

ભુજ : 14 વર્ષની બાળા પર દુષ્કર્મ કેસમાં સાહીદ સલીમ બાફણને અંતિમ શ્વાસ સુધીની કેદ, રૂપિયા 60 હજાર દંડ ફટકારાયો…

14 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવાના ગંભીર પોક્સો કેસમાં ભુજ પોક્સો કોર્ટના વિશેષ જજશ્રી જે. એ. ઠક્કર દ્વારા આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ તેમજ કુલ રૂપિયા 60 હજારના દંડની સજા સંભળાવી છે. આ કેસમાં દોષિત ઠરાવાયેલ આરોપી 20 વર્ષીય સાહીદ સલીમભાઈ બાફણ જે મફતનગર, સામત્રા, તાલુકો ભુજનો રહેવાસી છે. કોર્ટે મહિલા અને બાળ સુરક્ષા સંબંધિત ગંભીર ગુનાઓમાં કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટ દ્વારા ફટકારાયેલી સજા પોક્સો એક્ટની કલમ-6 હેઠળ આરોપીને દોષિત ઠેરવી અંતિમ શ્વાસ સુધીની કેદ તથા રૂપિયા 50,000ના દંડની સજા. BNS-2023ની કલમ 137(2) હેઠળ 5 વર્ષની સખત કેદ અને રૂપિયા 5,000ના દંડની સજા. BNS-2023ની કલમ 351(3) હેઠળ 1 વર્ષની સખત કેદ તથા રૂપિયા 5,000ના દંડની સજા.

ભોગ બનનારને વળતર અને પુનઃસ્થાપનનો આદેશ…
કોર્ટે ભોગ બનનાર બાળાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત, બાળાનું જીવન અને શિક્ષણ યોગ્ય રીતે પુનઃસ્થાપિત થાય તે માટે સંબંધિત તંત્રને જરૂરી કાળજી લેવા અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા પણ નિર્દેશ આપ્યો છે. આ કેસમાં તપાસ અને સરકાર પક્ષની મહત્વપૂર્ણ કામગીરી રહી છે. આ સમગ્ર કેસની તપાસ PI શ્રી એ.એમ.પટેલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ શ્રી એચ.બી. જાડેજાએ અસરકારક દલીલો રજૂ કરી હતી. બંનેની કામગીરીને કારણે કેસમાં આરોપીને કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ…

Related posts

અંજાર ખાતે મૃત હાલતમાં મળી આવેલ મહિલાની ઓળખ થઈ

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છ અંજાર પોલીસે કર્યું ઇન્સાનિયતનું કામ : નાના ભાડિયાના ગુમ થયેલા ત્રણે જણાને શોધી પરત શોપ્યા

ચરસના પેકેટો અને વિસ્ફોટક સેલ હાથો હાથ પકડાવી પડદા પાછળ ક્યાંક RDX નો મોટો જથો તો ભારતમાં નથી આવી ગયો ને..?

Kutch Kanoon And Crime

Leave a comment