Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામમાં જુગાર પર દરોડામાં 7 જુગારીઓ ઝડપાયા.. 20,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો…

પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી બાતમીના આધારે આહીર પ્લોટ વિસ્તારમાં ટીમ્બરની બહાર ગંજીપાનાનો જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી 20,910/-ની રોકડ રકમ અને ગંજીપાનાના પત્તા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં…
મેનુ દિલદારઅલી હક (ઉ.વ. 39)
યુસુફઅલી ગુલઝારઅલી (ઉ.વ. 31)
રેજ્યુલ ઓપીઅલી શેખ (ઉ.વ. 26)
અઝરૂલ ઓપીઅલી શેખ (ઉ.વ. 22)
હુશેન નુરમામદ અલી (ઉ.વ. 30)
સંજત મુઝીબ રહેમાન અલી (ઉ.વ. 38)
પીકાંગ નિઝુમ બ્રહ્મા (ઉ.વ. 25)
તમામ આરોપીઓ હાલ ગાંધીધામમાં વિવિધ ટીમ્બર યાર્ડમાં રહેતા હોવાનું તેમજ મૂળ આસામ રાજ્યના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કબજે કરાયેલ મુદ્દામાલમાં…
ગંજીપાનાના પત્તા, રોકડ રકમ 20,910/- રૂપિયા,
આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી.

પ્રકાશિત નીતેશ ગોર ભુજ

Related posts

ગાંધીધામમાં લૂંટ કરનારા ભુજના બે શખ્સો અંજાર પોલીસના હાથમાં ગણત્રીના સમયમાં આવી ગયા

Kutch Kanoon And Crime

ભાઈ ચારો અને કોમી એકતાનું બીજું નામ એટલે ક્ચ્છ જિલ્લો : પશ્ચિમ ક્ચ્છ પોલીસ દ્વારા આભાર વ્યક્ત કરાયો

પૂર્વ ક્ચ્છમાં ચોરીની શંકામાં અટકાયત કરાયેલ યુવાને પોલીસ સ્ટેશનની છત પરથી પડતું મૂક્યું

Kutch Kanoon And Crime

Leave a comment