Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

રથયાત્રા પૂર્વે પાટણ LCBની ટીમે 5 દેશી કટ્ટા, 4 કારતુસ અને હથિયાર બનાવવાના સાધનો સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા…

(પાટણ) આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા હાથ ધરાયેલી કોમ્બિંગ કામગીરી દરમિયાન મોટી સફળતા મળી છે. વારાહી, સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારામાંથી કુલ 5 ગેરકાયદે દેશી કટ્ટા, 4 જીવતા કારતુસ તથા હથિયાર બનાવવાની સાધન-સામગ્રી સાથે 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ, એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની આગેવાનીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાતમીના આધારે એલસીબીએ અલગ-અલગ સ્થળોએ કોમ્બિંગ કરીને કાર્યવાહી કરી હતી.
ગાજદીનપુરા ચાર રસ્તા (તા. સમી) મુજપુર (તા. શંખેશ્વર)
રાણીસર વારાહી, આ કાર્યવાહી દરમિયાન વારાહી, સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં કુલ 5 અલગ-અલગ ગુનાઓ આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ, લૂંટ, પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને ફરાર આરોપી ડાહ્યાજી ઉકાજી માજીરાણા સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં…


(૧) મઝરહુસૈન સૈદુમિયાં કાલુમિયાં સૈયદ રહે.મુજપુર, મોટો કસ્બો તા.શંખેશ્વર જી.પાટણ.
(૨) ઇકબાલખાન અયુબખાન કરીમખાન મલેક (જત) રહે.અમરાપુર, મલેકવાસ તા.સમી જી.પાટણ.
(૩) અશરફખાન હાજીખાન દલાજી મલેક રહે.વારાહી, ભોજાણીવાસ, તા.સાંતલપુર જી.પાટણ.
(૪) નસીબખાન ઉર્ફે લાલો મેહબુબખાન મલેક રહે.વારાહી ભોજાણીવાસ તા.સાંતલપુર જી.પાટણ જિ.પાટણ.
(૫) હનીફ દરીયાખાન ભટ્ટી -રાણીસર (આતરનેશ) તા.સાંતલપુર જી.પાટણ.
(૬)મોબીનભાઇ ગનીભાઇ હજીજભાઇ વેપારી રહે.મુળ.સમી,વેપારીવાસ તા.સમી જિ.પાટણ વાળાને સમાવેશ થાય છે.

પકડવાના બાકી આરોપીઓમાં…
(૧) ડાહ્યાજી ઉકાજી માજીરાણા રહે.કુંતાસરી રાધનપુર તા.રાધનપુર જી.પાટણ.
(૨) દરીયાખાન મુસાભાઇ ભટ્ટી રહે-રાણીસર આતરનેશ તા.સાંતલપુર જી.પાટણ વાળાને પકડવા બાકી છે.

પકડાયેલા મુદામાલમાં…


(૧) ગે.કા પિસ્તોલ નંગ-૦૫ કિ.રૂ.૨૦,૦૦૦/
(૨) કારતુસ નંગ-૦૪ કિ.રૂ.૪૦૦/-
(૩) ગ્રાઇન્ડર નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/-
(૪) ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ નંગ-૦૨ કિ.રૂ.૫૦
(૪) પકકડ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦/-
(૫) લોખંડની હથોડી નંગ-૦૧ કિ.રૂ.૫૦
(૬) કાટ પેપર નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રકાશિત નીતેશ ગોર – ભુજ

અહેવાલ પ્રતિનિધિ – આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા…

Related posts

નખત્રાણાના ઢોરો ગામના મદરેસામાં મેલી મુરાદ વાળા મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદ

Kutch Kanoon And Crime

ગાંધીના ગુજરાતમાં હવે રેલવેમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ…

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના ફરાર આરોપી પોલીસ કર્મચારીઆેને ફરજમાંથી ડિસમિસ કયારે કરાશે

Kutch Kanoon And Crime

Leave a comment