Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchRapar

ત્રમ્બો ગામે જુગાર પર રાપર પોલીસનો દરોડો : 10,200/- રૂપિયાની રોકડ સાથે ત્રણ જુગારીઓ ઝડપાયા…

પૂર્વ કચ્છ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ રાપર પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છે. ત્રમ્બો ગામના પાછળના વાડી વિસ્તારમાં ધાણીપાસ વડે હાર-જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે બે આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ત્રમ્બો ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં બાવળની ઝાડી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં (1) શૈલેષ મોહનભાઈ કોલી (ઉ.વ. 29), ગેલીવાડી, શેરી નં. 5, રાપર, (2) તયબ અલીમામદ હીંગોરજા (ઉ.વ. 40), ટગા, આડેસર, (3) રમજાન સિદિક હીંગોરજા (ઉ.વ. 26), ટગા, આડેસર જ્યારે બે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા જેમાં (1) સાબીર કાસમ શેખ સમાવાસ રાપર, અને (2) રમેશ ઉર્ફે ચીનો ભલાભાઈ પરમાર, ગેલીવાડી, શેરી નં. 1, રાપરવાળાનો સમાવેશ થાય છે. પોલીસે કબજે કરાયેલ મુદ્દામાલમાં રોકડ રકમમાં 10,200/-, ધાણીપાસ 2 નંગ, સહિત કુલ મુદ્દામાલ 10,200/- રૂપિયાનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર. એલ. ખટાણા, પો.સ.ઈ. એચ. વી. કાતરિયા તથા રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી.

પ્રકાશિત નીતેશ ગોર – ભુજ

Related posts

અદાણી કોર્પોરેટ હાઉસે મહિલા સશક્તિકરણ માટે સમૃદ્ધ પ્લેટફોર્મ પુરું પાડ્યું

Kutch Kanoon And Crime

ક્ચ્છી એન્જીનીયરે બનાવી “યો ઇન્ડિયા” એપ : સાંસદશ્રી વિનોદ ચાવડાના હસ્તે લોન્ચ કરાઈ

અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે પેવર રોડ બનશે

Kutch Kanoon And Crime

Leave a comment