Kutch Kanoon And Crime
GujaratKutchSpecial StorySports

ભુજની વિષ્ણુ ધર્મ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી..

21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભુજ સ્થિત વિષ્ણુ ધર્મ સ્કૂલમાં યોગ દિવસની ઉત્સાહભેર અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન, શિક્ષકગણ, યોગ ટ્રેનરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને યોગના મહત્ત્વને આત્મસાત કર્યું હતું.
સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને એક કલાક સુધી વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને યોગ આધારિત જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ ટ્રેનર જેમિની ગોર, જીજ્ઞાબેન કટ્ટા અને રિદ્ધિ બુદ્ધભટ્ટીએ વિદ્યાર્થીઓને યોગના નિયમો, તેના આરોગ્યલક્ષી ફાયદાઓ તથા દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ યોગાસનોનું પ્રદર્શન કરી યોગ પ્રત્યેની પોતાની રુચિ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે યોગ ટ્રેનરોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં શાળા પરિવાર દ્વારા તેમનું અભિનંદન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલ ગીતાબેને જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં પણ શાળામાં યોગને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે વધુ જાગૃતિ અને રસ વિકસે.

અહેવલા જૈમિની ગોર ભુજ

Related posts

ગુણામાંના હાથે દૂધ પીને ભવ્યએ ગુણામાનું જ ગળુ દબાવી દીધું….!!!

સમાઘોઘાના બે યુવાનોના કસ્ટોડિયલ ડેથ મામલે ધરપકડ કરાયેલા ગામના માજી સરપંચ નિર્દોષ છે… તેવા પ્રયાસરૂપે આવતીકાલે રેલીના એલાનના ઘેરા પ્રત્યાઘાત…

શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં હડકંપ મચાવતી મેપાણી પરિવારની દીકરી અને સેંઘાણી પરિવારની પુત્રવધૂની દર્દનાક આત્મહત્યાની ઘટનાનું અવાજ વધુ તેજ બન્યું…

Kutch Kanoon And Crime

Leave a comment