સુથરી તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારે તપાસની માંગ કરી…
ગઈકાલે સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં જિલ્લા, તાલુકા પંચાયત નગરપાલિકાઓની મતગણતરી થયા બાદ અબડાસા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરી એની ખુશાલી વચ્ચે ભાજપના ગઢ ગણાતા અને એક સમયે તાલુકા પંચાયતમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર ગામમાં ભારતીય જનતા પાર્ટીના સુથરી તાલુકા પંચાયત સીટના ઉમેદવારને માત્ર છ વોટ મળતા અને તેની સાથે AIMIMના ઉમેદવારને 132 વોટ મળ્યાની અને કોંગ્રેસના ઉમેદવારને 418 મત મળ્યાની જાહેર થયેલી સત્તાવાર યાદી બહાર પડ્યા બાદ સમગ્ર તાલુકામાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. સત્તાવાર રીતે ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલ યાદી પ્રમાણે અનેક સવાલીયા નિશાન ઉભા થયા છે આશ્ચર્યની બાબત એછે કે ભાજપના ગઢ ગણાતા આ મોટી સિંધોડી ગામમાં ભાજપના ફાળે માત્ર છ વોટ આવ્યા છે જે કોઈ કાળે ગળે ઉતરે તેવી બાબત નથી તો બીજી તરફ AIMIMના ઉમેદવારને 132 વોટ મળ્યા છે તેમ યાદીમાં જણાવાયું છે. આ વાત પણ કોઈ કાળે ગળામાં ઉતરતી નથી. ભાજપના ગઢ ગણાતા આ ગામમાં મતદાનના જાહેર થયેલા આંકડા પછી તાલુકા ભાજપના મહામંત્રી અને ગામના સરપંચ સાથે વાત કરતા તેમણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો અને પોતે આ બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ અરજી કરીને આ અંગેની તપાસની માંગ કરી હોવાની સ્પષ્ટતા કરી હતી જોકે આ મુદ્દો હાલમાં સમગ્ર તાલુકા સહિત કચ્છમાં ટોક ઓફ ટાઉન બન્યો છે કે હકીકતમાં ગામ લોકોએ જાહેર થયેલા આંકડા પ્રમાણે મતદાન કરેલું છે કે કેમ…?!! કે પછી આંકડા પ્રમાણેના મતદાન માટે સ્થાનિકે કોઈ ગંદી રાજનીતિ રમાઇ છે આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. એકંદર મોટી સિંધોડી ગામના મતદાનના આંકડાએ સૌ કોઈને ચોકાવ્યાની સાથે સ્થાનિક પ્રતિનિધિત્વ સામે અનેક સવાલ ઊભા કરે છે. જોકે સુથરી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર શ્રી તોસીફ મામદ સંગાર દ્વારા અપાયેલ અરજીમાં ઝડપથી તપાસ કરવાની માંગ સાથે યોગ્ય તપાસ ન થાય તો અદાલતના દ્વાર ખટખટાવવાની ચીમકી અપાઇ છે. નોંધનીય અને આશ્ચર્યજનક બાબત એ છે કે આ ગામમાં ભાજપ, કોંગ્રેસને મળેલા મત કરતા ત્રીજા પક્ષને જે મત મળ્યા છે એ આશ્ચર્ય સર્જનારા છે આ મુદ્દે હવે સમગ્ર અબડાસા સહિત જિલ્લા અને પ્રદેશ ભાજપ સુધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ, જે ગામે તાલુકા પંચાયતનું પ્રતિનિધિત્વ કર્યું હતું એજ ગામમાં ભાજપને માત્ર 6 વોટ અને AIMIMને 132 કોંગ્રેસને 418 કેવી રીતે શક્ય બને.
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334
