Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

માધાપર નારી શક્તિ મહિલા મંડળ દ્વારા ત્રણ દિવસીય ઓખાહરણ કથાનું ભવ્ય આયોજન…

માધાપર ખાતે નારી શક્તિ મહિલા મંડળ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત સતત અવનવા કાર્યક્રમો યોજાતા રહે છે. તે અનુસંધાને ચૈત્ર માસ દરમિયાન તા. 3 એપ્રિલ 2026 થી 5 એપ્રિલ 2026 સુધી ત્રણ દિવસીય ઓખાહરણ કથાનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન માધાપરના સરસ્વતી વિદ્યાલયના પ્રાંગણમાં ધાર્મિક ભાવના અને ભક્તિમય માહોલ વચ્ચે યોજાયું હતું. આ પ્રસંગે આચાર્યશ્રી દીપભાઈ વ્યાસે પોતાની સંગીતમય ટીમના સહયોગ સાથે વ્યાસપીઠ પરથી ખૂબ જ સરળ, ભાવપૂર્ણ અને રસપ્રદ શૈલીમાં ઓખાહરણ કથાનું વર્ણન કર્યું હતું. તેમની મધુર વાણી અને સંગીતમય રજૂઆતના કારણે હાજર રહેલી બહેનો અને શ્રોતાઓ ભક્તિરસમાં તલ્લીન બની ગયા હતા. ત્રણય દિવસ દરમિયાન મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી કથાનું શ્રવણ કરીને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ નારી શક્તિ મહિલા મંડળની સ્થાપક તુષારિબેન વેકરીયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કથાના મુખ્ય યજમાન તરીકે દયાબેન કાપડિયા, મીનાબેન ઉપાધ્યાય, પ્રીતિબેન આથા, અંજનાબેન ઉપાધ્યાય, ગીતાબેન કનજારિયા, વર્ષાબેન જોબનપુત્રા, જલ્પાબેન પંડ્યા અને મુક્તાબેન કાનપરાએ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળની બહેનો ઉષાબેન મચ્છર, વર્ષાબેન ઉમરાણીયા, ગીતાબેન ધંધુકિયા, જયશ્રીબેન પટેલ, નિશાબેન ગોસ્વામી, મીનાક્ષીબેન ઠક્કર, હેતલબેન કાનડે, જ્યોતિબેન હડિયા અને પાયલબેન ઓઝા સહિત અન્ય બહેનો દ્વારા ઉત્તમ આયોજન અને વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું. આ રીતે ત્રણ દિવસ સુધી ચાલેલી ઓખાહરણ કથાએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું અને માધાપર વિસ્તારની બહેનોમાં આધ્યાત્મિક એકતા અને ઉત્સાહનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.

અહેવાલ પ્રતિનીધી જૈમિની ગોર

પ્રકાશિત નિતેશ ગોર

Related posts

આવતીકાલે મોટી સિંધોડી ગામની નદી પર બનનાર ‘કોઝવે’નું ધારાસભ્યશ્રીના હસ્તે ખાત મુહૂર્ત

Kutch Kanoon And Crime

2018માં ગઢવી યુવાનની હત્યા કરી લાસના ટુકડા કરી ઊંડા બોરના પાઇપમાં નાખી દેવાયાના પ્રકરણમાં આરોપીઓને આજીવન કેદ

Kutch Kanoon And Crime

પાલારા જેલમાં ફરી એક વખત પોલીસે રેડ કરી મહિલા વોર્ડમાંથી એક મોબાઈલ, એક ચાર્જર અને બે સીમકાર્ડ મળી આવ્યા

Leave a comment