Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratSpecial Story

મહેસાણામાં રેવન્યુ ક્લાર્ક 9 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથે ઝડપાયો…

મહેસાણા : રાજ્યની એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ મહેસાણા કલેક્ટર કચેરીના રેવન્યુ ક્લાર્ક વિશ્વજીત ખેંગારભાઈ કમલેકરને 9 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકે પોતાની ખેતીની જમીનને બિનખેતી (N.A.)માં રૂપાંતર કરવા માટે મહેસાણા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. આ પ્રક્રિયામાં આરોપી ક્લાર્કે એક ચોરસફૂટ દીઠ 50 મુજબ કુલ 23 લાખની લાંચની માંગણી કરી હતી. પછી રકઝક બાદ માંગણી 12 લાખ અને ત્યારબાદ 10 લાખ સુધી નક્કી કરવામાં આવી હતી અને થોડી વધઘટ બાદ અંતે બંને વચ્ચે 9 લાખની લાંચની ડીલ નક્કી થઈ ગઈ હતી. ફરીયાદીએ આ બાબત અંગે લાંચ આપવા ઇન્કાર કરી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. દ્વારા 4 ઓક્ટોબર, 2025ના રોજ આરટીઓ સર્કલ પાસે, સુભાષ બ્રીજ નજીક જાહેર માર્ગ પર ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. જે છટકામાં આરોપી વિશ્વજીત કમલેકરે ફરીયાદી પાસેથી 9 લાખની લાંચની રકમ સ્વીકારી લેતા જ એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથે ઝડપી લીધો હતો. આ ટ્રેપનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એન. બારોટ (ફિલ્ડ-3, ઇન્ટેલિજન્સ વિંગ, એ.સી.બી. અમદાવાદ)એ કર્યું હતું, સાથે પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.બી. મહેતાનો સહયોગ રહ્યો હતો. એ.સી.બી. દ્વારા આરોપી સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રકાશિત નિતેશ ગોર – ભૂજ

અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા : 9824346387

Related posts

ભવિષ્યમાં આતંકી હુમલાને યુદ્ધ માનવામાં આવશે એવી શરત સાથે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે તૈયાર : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વિટ કર્યું…

Kutch Kanoon And Crime

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલી પાઠવતાં ક્ચ્છ મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા

LCBના તેડાથી ભયભીત થઈને ઝેરી દવા પી લેનાર સમાઘોઘાના યુવાને આરોપી કાર લઇ ગયો ત્યાં સુધી મૌન કેમ ધર્યું હતું…?

Kutch Kanoon And Crime

Leave a comment