Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujarat

બનાસકાંઠા : પાલનપુરમાં DILR કચેરીના બે સર્વેયર રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા…

બનાસકાંઠાના પાલનપુરમાં DILR (જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરી સાથે જોડાયેલા બે સર્વેયરને રૂ. 1 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનામાં ખેતીની જમીન સંબંધિત પ્રશ્નના ઉકેલ માટે લાંચ માગવામાં આવી હોવાનું ખુલ્યું છે. ફરિયાદી દ્વારા ખેતીની જમીનમાં પ્રમોલગેશન થયા બાદ તેમાં થયેલા ફેરફારો સુધારવા માટે પાલનપુરની DILR કચેરીમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની પ્રક્રિયામાંથી પસાર કરવા માટે કચેરીએ સરકાર માન્ય લાયસન્સી સર્વેયરને નિમણૂક કરી હતી. આ સર્વેયરો દ્વારા આ કામ માટે લાંચની માગણી કરવામાં આવી.

– ACB’માં ઝડપાયા તેઓનુ નામ…

સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી અને રામાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીએ ફરિયાદીની જમીનની માપણી કરી રૂ. 1,00,000/- લાંચની માંગ કરી હતી અને કહ્યું હતું કે, લાંચ આપ્યા વિના કામ ન થાય એવી પરિસ્થિતિ સર્જી ફરિયાદીને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યો હતો.

– ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો…

ફરિયાદી લાંચની માંગણીથી ત્રસ્ત થઈ ACB’માં ફરિયાદ નોંધાવી હતી. ACB’ની ટીમે તપાસ હાથ ધરી શુક્રવારે પાલનપુરના ચંડીસર વિસ્તારમાં આવેલી વિવાંશ સર્વેયર ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું અને લાંચ લેતા બંને સર્વેરોને અધિકારીઓએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાઈ રહ્યા છે. લાંચ અને ભ્રષ્ટાચાર સામે સરકાર અને ACB’ની કાર્યવાહીથી ભ્રષ્ટાચારીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો.

અહેવાલ : આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કાર્યાલયની હવા સૂટ ન થતા ધીરજ રાખ્યા વગર કાર્યકરો હિમાલયની હવા ખાવા નીકળ્યા

Kutch Kanoon And Crime

જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી જયંતિ ઠક્કર પેરોલ પર એક મહિના માટે મુક્ત થતા અબડાસા પેટા ચૂંટણીમાં ઉલટફેરનું ગણિત…?

Kutch Kanoon And Crime

પાલારા જેલમાંથી LCB’ને સર્ચ ઓપરેશનમાં ત્રણ મોબાઈલ મળી આવ્યા : અનેકની ઊંઘ હરામ…

Kutch Kanoon And Crime

Leave a comment