Kutch Kanoon And Crime
AnjarBreaking NewsCrimeGujaratKutch

અંજાર ખાતે આત્મહત્યા કરી લેનાર સોની વેપારીની ફરિયાદ ત્રણ ત્રણ મહિના સુધી ન નોંધનાર અધિકારી આખરે બદલાયા…

અંજાર ખાતે રૂપિયા 1 કરોડ 55 લાખની ઠગાઈનો ભોગ બનનાર સોની વેપારી મનીષ હરિલાલ બુદ્ધભટ્ટીએ પોતે આપેલી ફરિયાદ અંગે કોઈ પગલા ન લેવાતા આખરે તેણે આત્મહત્યા કરી લેવાની ફરજ પડી હતી. આ મામલે અંજારના સોના ચાંદી વેપારીઓ દ્વારા આખરે રજૂઆત થયા બાદ અંજારના સોની વેપારી આત્મહત્યા મામલે આખરે આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી હતી અને આરોપી દંપતી પૈકી મહિલા રીટા શાહુ અંજારમાં હોવા છતાં પોલીસે કોઈ જ પગલાં ન લીધાં જ્યારે આરોપી તપન સાહુ ત્રણ ત્રણ મહિનાથી ફરાર બતાવાતો હતો જે તપન સાહુને પૂર્વ કચ્છ પોલીસની LCB પોલીસે FIR નોંધાયાના ગણતરીના કલાકોમાં અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો એનો સીધો મતલબ થાય છે કે અંજાર પોલીસે આ પ્રકરણમાં ગંભીર અને ગુનાહિત બેદરકારી દાખવી છે અને રીતસર આ પ્રકરણમાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. સમગ્ર બનાવવાની હકીકત જોવામાં આવે તો જે આરોપી દંપતી સામે પોલીસે ગુનો નોંધવાની ફરજ પડી એ આરોપી દંપતિએ મરણ જનાર મનીષ બુદ્ધભટ્ટી સહિત કેટલાક વેપારીઓને સીસામાં ઉતારી દીધા હતા સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતો આરોપી તપન, ઘનશ્યામ વર્કશોપ નામની દુકાન ચલાવતો હતો તેને અન્ય એક પડોશમાં રહેતી મહિલાને પણ દાગીના બનાવવાના બહાને રૂપિયા 34 લાખના સીસામાં ઉતારી દીધા હતા. વેપારીઓ પાસેથી દોઢ કરોડથી વધુ સોનુ અને રોકડ ઉસેડી જનાર આરોપી સામે મરણ જનાર વેપારી મનીષ બુદ્ધભટ્ટીએ પોતાની સાથે ઠગાઈ થયાની લેખિત અરજી પોલીસમાં આપી હતી પરંતુ નિષ્ઠુર પોલીસ પ્રશાસન આ અરજીને દબાવી બેઠું હતું અને તપાસ ચાલુ છે તેવું રટણ કરે રાખ્યાથી આખરે વેપારીએ જીવ આપી દેવાની ફરજ પડી હતી. ત્યારે ફરિયાદ અપાયા છતાં ગુનો ન નોંધીને જે તે પોલીસ અધિકારી ગંભીર ગુનાહિત બેદરકારી દાખવી છે તે સ્પષ્ટ થાય છે જે આરોપી FIR થયાના ગણતરીના કલાકોમાં અમદાવાદ છે તેવી બાતમી મળી જાય અને ગણતરીના કલાકોમાં એ આરોપી પકડાઈ જાય તો પછી જે તે વખતે ફરિયાદ અરજી અપાયા છતાં ત્રણ ત્રણ મહિના સુધી આરોપીના સઘડ ન મળે કે આરોપી ન પકડાય છતાં જવાબદાર પોલીસ અધિકારી નિષ્ઠુર બનીને મૂછે તાવ દેતા ફરતા રહે એ ગુજરાત પોલીસ પ્રશાસન અને ગ્રહ વિભાગ માટે પણ શરમજનક બાબત છે નોંધનીય છે કે થોડા સમય અગાઉ કંડલા ખાતે ફરજ બજાવતા એક પોલીસ અધિકારીએ નાર્કોટિક્સના ગુનામાં આરોપી સામે સમયસર અદાલતમાં ચાર્જશીટ ન કરતા જેનો લાભ લઇ આરોપીને જામીન મળી જતા આ ગંભીર બેદરકારી મામલે સંબંધિત કંડલાના પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે ત્યારે આ ઘટનામાં પણ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડા અને કચ્છ બોર્ડર રેન્જ આઇ.જી., એ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારી સામે કાયદેસરના પગલાં લઈ ધાક બેસાડવી જોઈએ જેથી આવી ગંભીર અને ગુનાહિત બેદરકારી કોઈ અન્ય અધિકારી ન રાખે. અને આરોપી પાસેથી ઠગાઈ કરેલ રકમ અને માલમતા વસુલ કરવી જોઈએ. એ પણ નોંધનીય છે કે તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલ માધાપરના સોની વેપારી પરિવારને રાજ્ય સરકાર દ્વારા 17 લાખ જેવી માતબર સહાય અપાય છે ત્યારે આ ઘટનામાં પણ એક નિર્દોષ વેપારીએ મરણ મૂડી ગુમાવીને જીવ આપી દેવાની ફરજ પડી છે જેના કારણે મરણ જનાર વેપારીના પરિવાર પર આભ ફાટી પડ્યું છે એક તો આ પરિવારની મરણ મૂડી ગઈ ઉપરથી પરિવારના મોભીને પણ ખોવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્ય સરકારે પણ આ ઘટનામાં ભોગ ગ્રસ્ત પરિવારની વહારે આવવું જોઈએ. જોકે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પોલીસ ખાતાના અનેક અધિકારીઓની બદલીઓ કરાઇ છે જેમાં આ પ્રકરણમાં જેમની સામે બેદરકારી રાખ્યાની આંગળી ચીંધાય છે એ પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયાની બદલી જરૂર થઈ છે પરંતુ તેમની આ પ્રકરણમાં ગુનાહિત બેદરકારી છે કે કેમ તેની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

છેલ્લા દસ દિવસમાં કચ્છના દરિયા કાંઠેથી બિનવારશુ હાલતમાં રૂપિયા 140.50 કરોડની કિંમતના 200 થી વધુ ચરસના પેકેટ મળવા સામાન્ય બાબત નથી વિચારજો…

Kutch Kanoon And Crime

વડાપ્રધાનશ્રીએ ધોરડોથી કર્યો રૂ.૧૨૯.૨૨ કરોડના ખર્ચે સ્વયંસંચાલિત દૂધ પ્રોસેસીંગ-પેકેજીંગ પ્લાન્ટનો શિલાન્યાસ

Kutch Kanoon And Crime

ગોરેવાલીમા ૭૪માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી

Kutch Kanoon And Crime

Leave a comment