મુન્દ્રા તાલુકાના વવાર ગામના બાબુ ડોસા ગઢવી સામે સાતથી વધુ મારામારી, દારૂ અને ધાક ધમકી આહિતના ગુનાઓ નોંધાયા છે તેવા બાબુ ડોસા ગઢવી વિરૂદ્ધ નાયબ પોલીસ અધિક્ષક ભૂજ વિભાગના મારફતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ચેતન મિસણ મુંદ્રા સમક્ષ તડીપારનોની દરખાસ્ત જતા તેનો દ્વારા બાબુ ડોસા ગઢવીના ગુન્હાહિત ભૂતકાળની તપાસ કર્યા બાદ હુકમ થતાં પ્રાગપર પોલીસે આ શખ્સની અટકાયત કરી કચ્છ સહિત ચાર જિલ્લામાંથી તડીપારના થયેલા હુકમનું પાલન કર્યું હતું અને આ ઈસમને ચાર જિલ્લાની હદ બહાર ધકેલી દેવાયો હતો. બાબુ ડોસા ગઢવી વિરૂદ્ધ મુંદ્રા મરીન પોલીસ સ્ટેશનમાં ત્રણ અને પ્રાગપર પોલીસ સ્ટેશનમાં પાંચ ગુન્હાઓ મળી કુલ આઠ ગુન્હા હોય તેને તડીપાર કરવામાં આવ્યું છે.
અહેવાલ : સમીર ગોર દ્વારા
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334