Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutchSpecial Story

ચકચારી હની ટ્રેપ મામલામાં આરોપી એડવોકેટ કોમલ જેઠવાએ આગોતરા જામીન માંગ્યા : આવતીકાલે સુનાવણી

કચ્છ જિલ્લામાં ચકચારી હની ટ્રેપ અને ચાર કરોડની ખંડણી માંગી દિલીપ આહીર નામના યુવાનને આત્મહત્યા કરવા મજબૂર કરાયાની ઘટનામાં આરોપી એવી દિવ્યા ચૌહાણ અને રિદ્ધિ વસાવાને જેલમાં બંધ મનીષાના કહેવાથી માર્ગદર્શન પૂરું પાડ્યાની ભૂમિકા મનાય છે એવા આ ચકચારી કાંડમાં ફરાર આરોપી અંજારની કોમલ જેઠવા નામની એડવોકેટ મહિલાએ આજે ભુજ ખાતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી રજૂ કરતા આવતીકાલે નામદાર અદાલતમાં આ અંગે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા જોવાય છે. નોંધનીય છે કે આ ચકચારી કાંડમાં કોમલ જેઠવા અને આકાશ મકવાણા બંને એડવોકેટ સામે ગુનો નોંધાયેલો છે અને ગુનો બન્યાના દિવસથી આ બંને આરોપીઓ ફરાર છે અને બને આરોપી મુંબઈ પહોંચી ગયાની આશંકા સેવાય છે ત્યારે આ ચકચારી ઘટનામાં આરોપણ મહિલા એડવોકેટ કોમલ જેઠવાના આગોતરા જામીન મંજુર થાય છે કે કેમ તેના તરફ સૌની મીટ મનાઈ છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

R.R.Cell ભુજની ટીમે બનાસકાંઠામાં સ્વીફ્ટ કારના દરવાજામાં છુપાવેલ દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લીધો

Kutch Kanoon And Crime

કચ્છની જળ સીમામાંથી ચરસના વધુ ત્રણ પેકેટ મળી આવ્યા

ચકચારી હની ટ્રેપ મામલામાં પકડાયેલ વડોદરાની સ્નેહલ ઉર્ફે વિધિ ઉર્ફે રિદ્ધિ વસાવાના બે દિવસના રિમાન્ડ મંજૂર

Leave a comment