Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

1998’માં થયેલી એક હત્યાના આરોપમાં નિર્દોષ ઠરેલ સવજીભાઈનું ભાડૂતી શુટરો દ્વારા કામ તમામ કરાયું

નવી મુંબઈ ખાતે નેરુલ વિસ્તારમાં આવેલ સેકટર-6’માં કચ્છના રાપર તાલુકાના સઈ ગામના સવજીભાઈ મંજરી નામ બિલ્ડરની ગોળી મારી હત્યા કરાયાની ઘટનામાં નેરુલ પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે એ સાથે જ ધારણા પ્રમાણે હત્યાની આ ઘટનામાં ”ખૂન કા બદલા ખૂન” હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. નેરુલ પોલીસે મૂળ રાજકોટના મહેક જયરામ નોરિયા નામના યુવાનને પ્રથમ પકડી પાડ્યા બાદ તેની પૂછપરછમાં બિહારના કૌશલકુમાર વિજેન્દ્ર યાદવ, ગૌરવકુમાર વિકાસ યાદવ અને સોનુકુમાર વિજેન્દ્ર યાદવ નામના ત્રણ યુવકોના નામ ખુલતા તેમને પણ પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ બાઈકથી આવ્યા હતા અને સવજીભાઈ પર ત્રણ ગોળી છોડીને તેમની હત્યા કરી હતી. આ આરોપીઓની પૂછપરછમાં તેમને 25 લાખ રૂપિયા સોપારી અપાયાનો ઘટસ્ફોટ થયો છે જેમાં વર્ષ 1998’માં રાપર તાલુકાના સાંય ગામે બચ્ચું ધના પટણી નામના ઇસમની થયેલી હત્યામાં સવજીભાઈ સહ આરોપી હતા પરંતુ તેઓ કોર્ટમાં નિર્દોષ છુટ્યા હતા તેનો ખાર રાખીને સોપારી આપી આ હત્યા કરાવાયાની હકીકત સામે આવી છે જોકે સોપારી આપનાર શખ્સનું નામ હતું સ્પષ્ટ થયું નથી પરંતુ ટૂંક સમયમાં જ સવજીભાઈની હત્યા માટે સોપારી આપનારનું નામ પણ સ્પષ્ટ થઈ જશે અને પકડાઈ જશે તેવી નેરુલ પોલીસે આશા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે હત્યાની આ ઘટના બાદ આ હત્યા બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી હોવાની શક્યતા સૌપ્રથમ આ ન્યુઝ પોર્ટલમાં વ્યક્ત થઈ હતી અને એ ધારણા સાચી ઠરી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પશ્ચિમ કચ્છ વન વિભાગની ટીમ દ્વારા ભુજ ખાતે આશાપુરા નગરમાં દરોડો પાડી શકમંદ શિકારીને શિકારના શસ્ત્ર, સાધનો અને જાનવરના અંગ સાથે ઝડપી લેવાયો…

Kutch Kanoon And Crime

મુન્દ્રા બારોઇ વિસ્તારમાંથી પસાર થતી ગેસ પાઇપ લાઇનને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી

Kutch Kanoon And Crime

વ્યારા-તાપીમાં એસીબીનું છટકું : Dysp સહિત બે પોલીસ અધિકારીઓ લાંચના કેશમાં સપડાયા…

Kutch Kanoon And Crime

Leave a comment