Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMandvi

ગઢસીસા નજીક થયેલ 80,351/- ની લૂંટના ચાર આરોપી ઝડપાય ગયા

તાજેતરમાં ગઢસીસા નજીક મોટી મઉં અને દેવપર વચ્ચે પસાર થતા મૂળ બાગ ગામના હોલસેલના વેપારીની ગાડી અટકાવીને છરી બતાવી રૂપિયા 80,351/- રોકડની લૂંટ ચલાવનાર ચાર આરોપીઓને ગુનાશોધક શાખાએ બાતમીના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ અગાઉ જ થયેલી આ સનસનીખેજ લૂંટ મામલે ગઢસીસા પોલીસ પણ હરકતમાં આવી હતી એ દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા LCB’એ ચાર આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં (૧) સલીમ ઈબ્રાહીમ કુંભાર, (૨) ફૈઝલ ગફુર મેમણ રહેવાસી બંને માંડવી તથા (૩) ફૈઝલ નૌસાદ ભટ્ટી રહેવાસી નવાવાસ દુર્ગાપુર અને (૪) આસિફ ઓસમાણ કુંભાર રહેવાસી લુણી તાલુકો મુન્દ્રા વાળાઓને પકડી પાડી તેમના કબજા માંથી 22,000/- રોકડ તથા બે મોટરસાયકલ અને મોબાઈલ ફોન કબજે કરાયા છે આ આરોપીઓની પૂછપરછમાં ગઢશીશા મોટી મઉ દેવપર રોડ પર થયેલ વેપારી પાસેથી લૂંટની કબુલાત પણ આરોપીઓએ કરી લીધી છે. LCB’એ તમામ આરોપીઓને ગઢસીસા પોલીસને હવાલે કરતા આગળની તપાસ ગઢસીસા પોલીસે હાથ ધરી છે. લુંટમાં ગયેલ રકમ રૂપિયા 80,351/- આરોપીઓએ ક્યાં વાપરી છે તે સહિતની અને આ આરોપીઓએ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યા છે તેની પૂછપરછ હાથ ધરાઈ છે. આ સફળ કામગીરી પશ્ચિમ કચ્છ LCB’એ કરી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રામાં સ્ક્રેપના નામે મુંબઇના વેપારીઓ સાથે ચિટિંગ કરનાર બે શખ્સો ઝડપાયા

Kutch Kanoon And Crime

અંબાજી મહા મેળામાં બનાસકાંઠા પોલીસની સરાહનીય સેવા…

Kutch Kanoon And Crime

જી.કે.માં રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ પ્રયોગ : જુદા જુદા કર્મચારીઓ અને વડીલોને દવા અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

Leave a comment