Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

રાજકોટની હોટલમાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ એસિડ પી લેનાર ક્ચ્છના પ્રેમીનું 17 દિવસની સારવાર બાદ મૃત્યું

રાજકોટની કરણપરામાં આવેલી નોવા હોટલમાં થોડા દિવસ સગીર પ્રેમિકાની હત્યા કરીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સામે આવી રહ્યું છે જે યુવકનું પણ 17 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે. પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સારવાર અર્થે હોઈસ્પીટલમાં દાખલ કરાયો હતો, જ્યાં 17 દિવસની સારવાર બાદ યુવકનું પણ મોત થયું હતુ. હાલ આ બાબતમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીર પ્રેમિકા જામનગરની અને પ્રેમી યુવાન કચ્છનો હોવાનું સામે આવ્યું હતુ. યુવાને મોલમાં વપરાતી પ્લાસ્ટીકની લોકર પટ્ટીથી સગીરાને ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હતી. પ્રેમીનું નામ જેનિસ સામે આવ્યું છે જેની સામે 302 હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાની તપાસ કરતા ACP જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતુ કે જેનીસ અને સગીર યુવતી સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા. આ બને જણા નોવા હોટલના રૂમ નંબર 301માં રોકાયા હતા. જેનિસે સગીરાના ગળે પ્લાસ્ટીકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યા બાદ પોતે પણ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મરણ જનાર સગીરાના પિતાની ફરિયાદ પરથી જેનિસ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

માનવજ્યોત સંસ્થાના સથવારે દાતાઓના સહયોગથી ૧ દિવસમાં ૧૮૮૫ લોકોને ફૂડ પેકેટ પહોંચાડાયા

Kutch Kanoon And Crime

કચ્છમાં ઢેલના શિકારના આરોપમાં પકડાયેલા ત્રણ જણાએ અનેકના ઢોલ વગાડી દીધા

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશન-મુંદરા અને ખેડૂતોની ભાગીદારીથી થઈ રહેલ વરસાદી જળ સંગ્રહની કામગીરી

Kutch Kanoon And Crime

Leave a comment