Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratKutch

પૂર્વ ક્ચ્છમાં ચિલ ઝડપ કરનારો અબ્દુલગની ઉર્ફે ગનીડાને અંજાર પોલીસે ઝડપી લીધો

અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાને બાતમી મળી હતી કે, અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૧ ૧૧૫૬/૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯ (એ), ૧૧૪ મુજબના ગુનાનો આરોપી અબ્દુલ ચાવડા રહે.કીડાણા તા.ગાંધીધામ વાળો અંજાર મધ્યે આવેલ આશાબા પુલીયા પાસે આવેલ છે જેને પકડી પાડી તેની પૂછ પરછ કરતા તે આરોપીએ કરેલ ગુનાની કબૂલાત કરી લીધી હતી ત્યારબાદ વધુ પૂછ પરછ કરતા આજથી બે મહિના અગાઉ અંજારમા ગંગાનાકા પાસેથી એક મહિલાના ગળામાથી ચેન સ્નેચીંગ કરેલ હોવાની કબૂલાત પણ કરી લીધી હતી જે બાબતે અંજાર પોલીસ સ્ટેશનમા ગુર.ન .૧૧૯૯૩૦૦૩૨૧૧૧૬૬ /૨૧ ઇ. પી. કો કલમ -૩૭૯ (એ) (૧) મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ જેથી તેને ઉપરોક્ત બંને ગુના કામે અટક કરવાનો બાકી હોઇ તેને પકડી પાડી નિયમ મુજબ તેનો કોવિડ -૧૯ રિપોર્ટ કરાવવા આગળની કાર્યવાહી હાથ ધરી પકડાયેલ તેની સંપૂર્ણ હકિકત જાણી તેનું નામ અબ્દુલગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા ઉ.વ .૨૬ રહે.જામા મસ્જીદની બાજુમા, કીડાણા તા.ગાંધીધામવાળા પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ પ્રમાણે મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રૂ .૫,૦૦૦/ અગાઉના તેની સામે જે ગુના હતા તે પ્રમાણે શોધાયેલ ગુન્હાઓમાં (૧) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.ન .૧૧૯૯૩૦૦૩૨૧૧૧૫૬/૨૧ ઇ.પી.કો.કલમ -૩૭૯ (એ), ૧૧૪ (૨) અંજાર પોલીસ સ્ટેશન ગુર.ન .૧૧૯૯૩૦૦૩૨૧ ૧૧૬૬/૨૧ ઇ.પી.કો કલમ -૩૭૯ (એ) (૧) ગુન્હાનો એમ.ઓ. : આરોપી રાહદારીઓની રેકી કરતો હતો અને મોકો મળતા રાહદારીઓએ પહેરલ કિમતી ઘરેણાની ચીલઝડપ કરતો હતી જે પકડાઈ જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. આ કામગીરી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથાલીયા તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજારની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન. રાણા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.

સ્ટોરી – દિનેશ જોગી અંજાર
અહેવાલ : નિતેશ ગોર – 9825842334

Related posts

પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી થયેલી ચોરીનો આંક ૩.૪૨ લાખ

હાસ… આખરે કચ્છ જિલ્લો કોરોના મુક્ત બનવા જઇ રહ્યો છે

Kutch Kanoon And Crime

મુન્દ્રા પોલીસ દ્વારા બાઇક ચોર પકડાયો

Kutch Kanoon And Crime

Leave a comment