Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

ભુજ ખાતે એરફોર્સના કર્મચારીએ પોતાની જ રાયફલથી આત્મહત્યા કરી લેતા ખળભળાટ..!

એક બાજુ આજે BSFના એક ફોજી યુવાનને જાસૂસીના આરોપમાં પકડી પાડયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે બીજી બાજુ ભુજ એરફોર્સ ખાતે ફરજ બજાવતા અશોક કુમાર નામના યુવાન કર્મચારીએ પોતાની રાઇફલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છે. ભુજ ખાવડા રોડ પર આવેલ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા અશોક કુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાની રાઇફલથી પોતાને ગોળી મારી દીધા બાદ તેના સાથી કર્મચારી રવિ કુમારે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડયો હતો પરંતુ ફરજ પરના તબીબે અશોક કુમારને મૃત જાહેર કર્યો હતો અશોક કુમાર નામના એરફોર્સના આ કર્મચારીએ શા માટે આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.

પ્રકાશીત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા જબલપુર હાઈવે પર અકસ્માતમાં ભુજ ગોડપરના હીરાણી આધેડનું મૃત્યું

Kutch Kanoon And Crime

સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયા બાદ હાથ ધરાયેલી તપાસમાં મનફરાના શખ્સો ઝડપાયા

Kutch Kanoon And Crime

માંડવી તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા

Kutch Kanoon And Crime

Leave a comment