Kutch Kanoon And Crime
Breaking NewsBhujGujaratKutchSpecial Story

શાસન, સતા અને “ભાગલા”… હિન્દૂ મુસ્લિમના “ભાગલા”…! અને હવે (સોશિયલ ડિસ્ટન્સ) માણસ માણસના “ભાગલા”..?

ભારતની પ્રજાએ વર્ષોથી ગુલામી સહન કરી છે અને કરતી આવે છે આવી ગુલામીમાં કોઈ અવાજ ઉપાડે તો તેને ગદ્દારનો સિમ્બોલ મળી જાય..! પહેલા મુગલો પછી અંગ્રેજો અને હવે રાજનેતાઓની પ્રજા ગુલામ બને છે તેના મુખ્ય કારણો છે “ભાગલા” જેમાં હિન્દૂ-મુસ્લિમના “ભાગલા” નાત-જાતના “ભાગલા” એવામાં આ કોરોના મહામારીમાં (સોશીયલ ડિસ્ટન્સ)ના નામે કોરોનાએ કરાવ્યા “ભાગલા”..? જેમાં રાજનેતાઓને ક્યાં કોઈ કોરોના કે “ભાગલા” નડે છે..? પણ આમ જનતા માટે તો (સોશીયલ ડિસ્ટન્સ)ના નામે “ભાગલા”..! ક્યાં સુધી આવી રીતે રિબાઈ રિબાઈને જીવીસુ..? કોરોના કાળના સમયમાં તંત્રના નિયમ પ્રમાણે જન્મ દેનાર સગી માતાના મૃતદેહ પાસે દીકરા પણ જતા નથી…! સગા બાપને તંત્રના નિયમ પ્રમાણે કાંધ દઈ નથી શકાતું…! આ શું થઈ રહ્યું છે..? કુદરત આમ નારાજ ન જ હોય..! સરકાર આવા કપરા સમયમાં કોઈને સાંત્વના મળે તેવા નિયમ કેમ નથી બનાવતી..? સોશીયલ ડિસ્ટન્સના નિયમ બનાવી પોતે ઈલેક્સનમાં સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાળી રહી છે અને અજીબ લાગે તેવા નિયમો બનાવી “ભાગલા” પાડી રહી છે. આજની એક ઘટના છે દિલ્હીમાં શિશુગંજ વિસ્તારમાં આવેલ ગુરુદ્વારા ખાતે વડાપ્રધાન ખુદ માથું ટેકવવા જાય છે તેમની સાથે મંદિરના ટ્રસ્ટીઓ સહીત અનેક લોકો છે માસ્ક જરૂર પહેરેલા છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સના રીતસર ધજાગરા ઉડતા દેખાય છે. સમગ્ર દેશમાં લોકડાઉન છે અને મંદિર મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ છે તો પછી આ ગુરુદ્વારામાં વડાપ્રધાનશ્રીની હાજરીમાં શું થઈ રહ્યું છે.! શું નિયમો માત્ર આમ જનતા માટે જ છે…? હા કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી નાખ્યું છે પણ આપણે કોરોના કાળમાં સાથે મળી એકબીજાને સાંત્વના આપી આ જંગ જીતવું પડશે. સોસીયલ ડિસ્ટન્સ “ભાગલા”થી આપણે અંદરથી તૂટી જઈસુ. બાકી પ્રજા બધું જાણે જ છે.

નિતેશ ગોર – 9825842334

Related posts

ભાડા વિસ્તારમાં નિયમો વિરુધ્ધ બાંધકામો સામે કાર્યવાહી કરાશે : ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાની

Kutch Kanoon And Crime

1-અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં લઘુમતી આગેવાનો દ્વારા ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવ્યો

Kutch Kanoon And Crime

મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના ગુનાના ફરાર બંને આરોપીને ગણતરીના સમયમમાં પકડી પડાયો

Leave a comment