Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchSpecial Story

અબડાસાના ધારાસભ્ય આખરે મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથ મામલે ખુલ્લીને સામે આવ્યા

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે ગઢવી ચારણ સમાજના ત્રણ યુવાનોને ગોંધી રાખી અત્યંત ક્રૂરતાપૂર્વક અત્યાચાર ગુજરાતી બે યુવાનોના મોત મામલે નિમિત બનેલ પોલીસ કર્મચારીઓ સામે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે પોલીસ પ્રશાસન સામે ઉગ્ર રોષ સાથે કચ્છી ચારણ ગઢવી સમાજ દ્વારા કચ્છના ચૂંટાયેલા તમામ લોક પ્રતિનિધિઓનું મૌન રહેવા બાબતે ચેલેન્જ અપાયા બાદ આખરે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ખુલીને સામે આવ્યા છે અને ગઢવી સમાજની પડખે રહેવાના વચન સાથે આખી આ દરિન્દગીની ઘટનાને વખોડી આ મામલે જે કોઈ જવાબદાર હોય ગમે એ કોમ ધર્મના હોય તેમની સામે કડકમાં કડક પગલા લેવાની અને સરકાર સુધી આ મામલે રજૂઆત કરવા વચનબદ્ધ બનતા હવે આ મામલે કચ્છના સંસદસભ્યથી લઈ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન તોડે છે કે કેમ તેની તરફ સૌની મીટ મંડાઈ છે તો અબડાસાના ધારાસભ્ય ખુલીને સામે આવતા હવે આ પ્રકરણમાં આગામી દિવસોમાં સરકાર પર કેટલું દબાણ આવે છે અને પ્રશાસન પર શું અસર થાય છે તેની તરફ સૌની મીટ મંડાઈ છે

અબડાસાના ધારાસભ્ય ખુલીને સામે આવતા કચ્છના રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે વોટ લેવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘર ઘર ભટકતા હોય છે પણ જ્યારે સાચી હકીકતે પ્રજાને જરૂર જણાય ત્યારે કોઈ પણ પ્રતિનિધિ સામે આવતું નથી એ સનાતન સત્ય છે. આગામી સમયમાં આ મુદ્દો ગઢવી સમાજની વોટ બેંક શુ કરશે તે હવે જોવાનું રહ્યું છે બાકી પોત પોતાના પ્રતિનિધિઓની ચાપલુસી કરનારાઓને સમાજ કેવી નજરથી જુઅે છે તે તો સૌ કોઈ સમાજમાં જાણે છે પણ હાલ કોઈ પણ સમાજ ભલે પછી ગઢવી સમાજ હોય કે બીજો કોઈ આ ઘટનાને વખોડે તેજ સમયનો તકાદો છે નહીં તો આવનાર સમયમાં આ ઘટના આજે ગઢવી સમાજના નવ યુવાનો સાથે બની છે કાલે તમારી મારી અને કોઈ પણ સમાજ સાથે બની શકે છે. આવા નિષ્ઠુર પોલીસ કર્મચારીઓને ફાંસી જ મળવી જોઈએ જેના માટે ગુજરાત સાથે ખાસ કરીને ક્ચ્છની જનતાએ એક જૂથ થવું પડશે. બીજી તરફ આ મામલો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુદ્દો બનવાની પૂરેપૂરી શક્યતા છે આજે કાઠડા ગામલોકોએ અગત્યનો નિર્ણય લઈ રહ્યા છે જેમાં ગઢવી સમાજના બીજા યુવાનનું મોત થઈ ગયું છે અને હવે જો જલ્દીથી આરોપીઓ વહેલી તકે અથવા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી ન પકડાય તો ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરતા અન્ય ગઢવી સમાજની વસ્તી ધરાવતા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર થવાની પુરે પુરી શક્યતા છે અને તે સત્તાધારી પાર્ટીને મોંઘુ પડે તેમ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ તાલુકાના એક સમૃદ્ધ ગામના સરપંચના રંગીન મિજાજી ખેલમાં ગામ બન્યું નધણીયાતું

Kutch Kanoon And Crime

પૂર્વ ક્ચ્છમાં ચોરીની શંકામાં અટકાયત કરાયેલ યુવાને પોલીસ સ્ટેશનની છત પરથી પડતું મૂક્યું

Kutch Kanoon And Crime

ભચાઉના કડોલની પરિણીતાએ આપેલા આવેદનપત્રના આક્ષેપનો એક જૂઠાણું સામે આવ્યું

Kutch Kanoon And Crime

Leave a comment