Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchPoliticsSpecial Story

અબડાસા પેટા ચૂંટણી આગામી તારીખ 22’થી રંગ પકડશે

૨૩’મી તારીખે પરેશ ધાનાણી અને 29’મી તારીખે ખુદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આવી રહ્યા છે

ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રચાર માટે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીના પ્રચાર માટે હાર્દિક પટેલ આવી રહ્યા છે. અબડાસા તાલુકાની પેટા ચૂંટણીમાં હવે રંગ આવવા લાગ્યો છે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ સીટ ઉપર ઉભેલા ખાસ કરીને રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચવા લાગ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે રાજ્યના મુખ્યપ્રધાન આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અબડાસા સીટ અંકે કરવા તમામ તાકાત લગાવી દેવાઈ છે અને આગામી 22’મી તારીખે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ઉપરાંત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી ૨૩’મી તારીખે અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા 29′ તારીખે અબડાસા વિસ્તારનો પ્રવાસ ખેડશે ત્યારે તેમની સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ સાથે જ અબડાસાની પેટા ચૂંટણીમાં હવે રંગ દેખાવા લાગ્યો છે નોંધનીય છે કે અબડાસા મતવિસ્તારની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે છે કે તેમણે આ સીટના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપી છે જેમની સામે કોંગ્રેસે ડોક્ટર શાંતિલાલ સેંઘાણીને મેદાનમાં ઉતારીને પોતાની આ પરંપરાગત સાચવવાનો પ્રયાસ કર્યો છે ડોક્ટર સેંઘાણી અને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા વ્યક્તિગત રીતે બને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે પરંતુ પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપનો ખેસ પહેરી લેતા આ વિસ્તારમાં તેના અવળા સવળા પ્રત્યાઘાત પડયા છે જેને સુધારવા માટે ભાજપના પ્રદેશ કક્ષાએથી પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે અબડાસા મતવિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓના પ્રવાસોને લઈને ધમધમાટ વર્તાવા લાગ્યો છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ‘હિન્દુ યુવા વાહિની ભુજ’ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ

Kutch Kanoon And Crime

રાજસ્થાન : માંડવી… હે રામ… બે દંપતિ અને 1 માસૂમ બાળકી સહિત 5 ના કમકમાટી ભર્યા મોત…

Kutch Kanoon And Crime

રાપરના ગાગોદર હાઇવે પર SMCનો મેગા દરોડો : રૂ. 78.57 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું…

Leave a comment