Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaGujaratKutchPoliticsSpecial Story

અબડાસા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરો ધીરજ ગુમાવવા લાગ્યા…

અબડાસા પેટા ચૂંટણી હલચલ…

…કોંગી ઉમેદવારના પ્રચાર પર પ્રદેશ કક્ષાએથી નજર રાખવા આદેશ…

અબડાસા મતવિસ્તારની પેટાચૂંટણીના મંડાણ થયાની સાથે મુખ્ય બે રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પોત પોતાના ઉમેદવારોના નામાંકન બાદ પ્રચારની શરૂઆત થઈ ગઈ છે તો આગામી ૩’જી નવેમ્બરે મતદાન થવાનું હોઇ રાત ટૂંકી અને વેશ ઝાઝા જેવી પરિસ્થિતિ વચ્ચે બંને પક્ષના ઉમેદવારો પોતપોતાની તાકાત અજમાવવા લાગ્યા છે એની વચ્ચે કોંગી ઉમેદવારના કેટલાકલ દોઢ ફુટીયા પ્રચારકોના ચાવવાના અને બતાવવાના દાંત અલગ અલગ દેખાવા લાગતા આવા પ્રચારકો પર કોંગ્રેસના પ્રદેશ નેતાઓ દ્વારા નજર રાખવા આદેશ સાથે સ્થાનિક કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને સુચના અપાઇ હોવાનું જાણવા મળે છે તો ધન, ધીરજ અને ધક્કા ખાવામાં આવા દોઢ ફૂટીયા ધીરજ વગરના કાર્યકરોની હવે ધીરજ ખૂટવા લાગી હોય તેમ સ્થાનિક ઓફિસે આવનારાઓને તોછડાઈ ભર્યું વર્તન કરી પોતાનો કોંગ્રેસ કાર્યકર તરીકેનો અભૂતપૂર્વ અનુભવ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સ્થાનિક સંનિષ્ઠ કાર્યકરો દ્વારા સ્થાનિક કેટલાક શંકાસ્પદ હિલચાલ કરનારા કોંગ્રેસના જ કેટલાક દોઢ ફુટીયાઓની માહિતી ઉચ્ચ કક્ષાએ અપાઇ છે કે આ દોઢ ફૂટીયા કાર્યકરો કોંગી ઉમેદવારોના પ્રચારમાં જવાના બદલે એ.સી. ચેમ્બરમાં બેસી પ્રદેશ કક્ષાએ પ્રદેશ નેતાઓને ગુમરાહ કરીને સ્થાનિક ઉમેદવારની આંખમાં ધૂળ નખાઈ રહી છે આવા દોઢ ફૂટીયાઓને તેમના પક્ષના કોઈ કાર્યક્રમ અંગે પત્રકારો પૂછે છે ત્યારે પેટા ચૂંટણીની ભાગ દોળમાં તેઓની ધીરજ ખૂટી ગઈ હોય તેવી રીતે બિન જવાબદાર ભર્યા જવાબો આપીને પત્રકારોને પણ ગુમરાહ કરાઈ રહ્યા છે જેના કારણે ઉમેદવારની છબી ખરડાઇ રહી છે એવું વર્તન કરીને સંબંધિત ધીરજ વગરના કાર્યકરોને કોણ સમજાવે કે કોઈ પણ કાર્યમાં ધીરજ રાખવી પડે અને અત્યારના સમયમાં જો કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઈએ તો ધન, ધીરજ અને ધક્કા ખાવાની કેપિસિટી હોવી જ જોઈએ. ત્યારે આવા પ્રચારકો શું ઈચ્છી રહ્યા છે એ એક સવાલ બની રહ્યો છે આવી માહિતી કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ પાસે પહોંચ્યા બાદ પ્રદેશ નેતાઓ પણ ચોંકી ઉઠયા છે અને આવા કાર્યકરો પર નજર રાખવા અને તેમના આશરે ન રહેવાની સુચના સાથે આગામી દિવસોમાં આ દોઢ ફૂટીયાઓનો ઘડો-લાડવો કરવા પણ ચક્રો ગતિમાન થયાનું જાણવા મળે છે. નોંધનીય છે કે અબડાસા મતવિસ્તાર પેટાચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા કોંગી ઉમેદવાર ડો. શાંતિલાલ સેંઘાણી ચૂંટણી લડી રહ્યા છે તેમના પ્રચારની જવાબદારી કેટલાક એવા કાર્યકરોને અપાઇ ગઇ છે કે જેનાથી કોંગ્રેસી ઉમેદવારનો જ ઘડો લાડવો થઈ જાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. જ્યારે કહેવાતા એ કાર્યકરો ધીરજ ગુમાવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં અબડાસા મત વિસ્તારની પેટા ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસમાં નવા જૂની થાય તો નવાઇ પામવા જેવું નહીં હોય. એવી પણ એક ચર્ચા કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે કે કોરોના મહામારી અને ત્યારબાદ સતત lockdownના કારણે નવરાધૂપ પડેલા આવા કાર્યકરો ઉમેદવાર પાસેથી ઝડપથી નાણા પડે એ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે અને તેના કારણે તેઓ ધીરજ ગુમાવી રહ્યા છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

લેન્સ ઓફ લેગસી” ફોટોગ્રાફી સ્પર્ધા : સર્જનાત્મકતાને મળશે નવી ઓળખ, આકર્ષક ઇનામો જીતવાની સુવર્ણ તક…

R.R.Cellની બાઝ નજરમાં 31’ની પાર્ટી માટે દારૂ મંગાવનારા બૂટલેગરો સફળ નહીં થાય…

Kutch Kanoon And Crime

કચ્છ ભાજપના દિગ્ગજ નેતા તારાચંદભાઈ છેડાનું નિધન

Kutch Kanoon And Crime

Leave a comment