Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

ભચાઉના મનફરા બાદ હવે અબડાસાના વાયોર ગોલાય વિસ્તારમાં બે સસલાનો શિકાર કરનાર 10 ઈસમો ઝડપાયા

ભચાઉ તાબેના મનફરા ગામની સીમમાં સસલાનો શિકાર કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનાર બે ઈસમો ઝડપાયા બાદ અબડાસાના ઘરડા પંથકના વાયોર અને કોલાડ ગામની સીમમાં આવેલી જંગલખાતાની રખાલમાં બે સસલાનો શિકાર કરીને મિજબાની માણવાની તૈયારી કરતા 10 યુવાનોને અબડાસા જંગલખાતાની ઉત્તર રેન્જના અધિકારીઓએ માંસના જથ્થા સાથે રંગેહાથ પકડી લીધા હતા. આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે. તો અબડાસા જંગલખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે તાલુકાના ઘરડા પંથકના વાયોર નજીકના ગોલાય પાસે આવેલ જંગલખાતાની રખાલમાં કેટલાક શખ્સો શંકાસ્પદ હિલચાલ કરતા હોવાની બાતમી મળતા ઉત્તર રેન્જના હિતેન્દ્રસિંહ ચુડાસમા, વનપાલ યુવરાજસિંહ વાઘેલા, વન રક્ષક મેહુલભાઈ સીતાપરા, પ્રતિપાલસિંહ જાડેજા, વિરસંગ કાગડીયા, મેઘરાજજી જાડેજા, તથા ઓસમાન વગેરે સ્થળ પર પહોંચી 10 ઇસમોને પકડી પાડી તેમની તલાસી લેવાતા આ ઈસમોના કબ્જામાંથી બે સસલાના શિકાર કરીને લઈ જવાતો માંસનો જથ્થો મળી આવ્યો હતો આ લખાઈ રહ્યું છે ત્યારે 10 ઇસમોને નલિયા રેંજ કચેરી ખાતે લઈ જવાયા છે અને તેમની સામે બીજીવાર ગુનો નોંધાશે આ ઈસમો સામે કાર્યવાહી ચાલુ હોય તેમના નામ જાણી શકાયા નથી

નિતેશ ગોર : 9825842334

Related posts

વ્યારા-તાપીમાં એસીબીનું છટકું : Dysp સહિત બે પોલીસ અધિકારીઓ લાંચના કેશમાં સપડાયા…

Kutch Kanoon And Crime

માંડવી થી અંબાજી જતી એસટી બસમાં ઝેરી દવા પી યુવક યુવતીની આત્મહત્યા

Kutch Kanoon And Crime

વાગડ વિસ્તારમાં એડવોકેટની હત્યામાં CCTVના આધારે શંકાસ્પદ શખ્સના ફોટો ગ્રાફ્સ પોલીસે જાહેર કર્યા

Kutch Kanoon And Crime

Leave a comment