Kutch Kanoon And Crime
IndiaGujaratKutch

નરેન્દ્ર મોદી મંગળવારે સવારના 10 વાગે દેશને સંબોધન કરશે

આજે ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને ભારતના વડાપ્રધાને જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે મંગળવાર 14 એપ્રિલના સવારે 10:00 કલાકે દેશને સંબોધન કરશે.

25મી માર્ચના રોજ જાહેર થયેલ વિશ્વના સૌથી મોટા લોકડાઉનને આગળ લંબાવવો કે કોઈ છૂટછાટ આપવાની કે નહીં તે અંગે ચારે બાજુ અલગ અલગ વાયો અફવાઓ સાંભળવા મળી રહી છે અને લોકડાઉન લંબાવાય તો વધુ કેટલા દિવસ માટે ભારત દેશને બંધ રાખવાની જરૂર છે તે મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે.

જો કે આ મંગળવારે 14 એપ્રિલે સવારે 10 વાગે સુધીમાં સમગ્ર ચર્ચા પર સાચી વાત સામે આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 14મી એપ્રિલે સવારના 10 વાગે દેશને સંબોધન કરશે. કોરોના વાયરસ સામે લડવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉન કેટલું અને કઈ રીતે લંબાવવું તે અંગે પી.એમ. નરેન્દ્ર મોદી સ્પષ્ટતા કરી શકે છે. છેલ્લા બે દિવસથી વડાપ્રધાન આ મુદ્દે હાઈ લેવલની મીટિંગ કરી રહ્યાં છે અને બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છે. મુખ્યમંત્રીઓ સાથે શનિવારે બપોરે એક મોટી મંત્રણા કરીને સાંજે દેશના અન્ન-પુરવઠા અને સ્વાસ્થયની સ્થિતિનો તાગ મેળવીને મંગળવારે સવારે 10 કલાકે  દેશને સંબોધન કરશે. આ સિવાય પી.એમ. નરેન્દ્ર મોદી દેશના ગરીબ લોકો માટે પણ કઈંક જાહેરાત કરે તેવી માંગ ઉઠવા પામી છે. હવે મંગળવારના સવારે 10 વાગે નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે.

નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ મામલતદાર કચેરીમાં ખેડૂત ખાતેદારના દાખલા માટે 35 હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી રંગેહાથે ઝડપાયા…

જખૌ દરિયાકાંઠા નિર્જન લુણા બેટ પરથી વધુ ત્રણ પેકેટ માદક પદાર્થના મળ્યા

Kutch Kanoon And Crime

10 કરોડની ખંડણી વાળા હની ટ્રેપ મામલામાં ફરાર આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાની રતનાલ નજીકથી ધરપકડ

Kutch Kanoon And Crime

Leave a comment