Kutch Kanoon And Crime
ReligiousAbdasaKutch

શ્રમજીવીઓએ તંત્રને મદદની અપીલ કરતા અબડાસા વિંઝાણના દાતા પરિવાર વહારે આવ્યા

અબડાસા:અબડાસા તાલુકાના વરાડીયાની સીમમાં ફસાયેલા 60 શ્રમજીવીઓ જેઓ ભચાઉ તાલુકાના નાથ પરીવારોને પોતાના કામકાજ અર્થે દર વર્ષની જેમ આ વર્ષ પણ આવ્યા હતા.

અહીં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ આ વખતે કોરાના વાયરસથી સમગ્ર દેશને અચાનક લોકડાઉન જાહેર કરવામાં આવતા આ શ્રમજીવીઓના ખાવાના વાંધા પડતા ત્યારે અચાનક જ કોઠારા પોલીસના પીએસઆઇ જાડેજા પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારે પરિવારોને જોઈને પૂછપરછ કરતા તેઓ પોતાની પરિસ્થિતિનો બયાન આપતા એક વખત તો પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે બે દીવસનો શ્રમજીવીઓને જમવાનું બંદોબસ્ત કરી આપ્યું હતું અને ત્યારબાદ તેઓએ રેવેન્યુ તલાટી ધીરજભાઈ મકવાણાને જાણ કરતા અબડાસાના નાયબકલેકટરને આ પરિસ્થિતિથી વાકેફ કરાવ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે તાલુકાના સખી દાતા પરીવાર તપાસ કરતા જાણવા મળ્યો કે વરાડીયા નજીક વિંઝાણના સૈયદ સલીમબાપુ અને ખીરસરાના સરપંચ રજાક હિંગોરા જે આ કપરી પરીસ્થિતીમાં જરૂરતમંદ લોકોને મદદ કરી રહ્યા છે ત્યારે નાયબકલેકટરએ જાણ કરતા તેઓ તૈયારી બતાવીને તાત્કાલિક ધોરણે તમામ શ્રમજીવીઓ માટે એક મહીનાનો રાશન સાથે શાકભાજી તેમજ નાના બાળકો માટે દુધના રોકડા રૂપિયા સહીત નાયબકલેકટર ઝાલાના હસ્તે તમામ શ્રમજીવીઓને આપવામાં આવ્યા હતા.

સમગ્ર વ્યવસ્થા સૈયદ સજાદહુસૈને કરી આપી હતી અને તેમની સાથે સોઢા આરીફભાઈ,અશરફ હિંગોરા ઉપસ્થિત રહ્યા હતાં.

નિતેશ ગોર – 9825842334

Related posts

માનુકુવા ગામે આખલા સાથે બુલેટ અથડાતા આશાસ્પદ યુવાનનું મોત

Kutch Kanoon And Crime

ભુજના દાદુપીર રોડ પર પતિ દ્વારા પત્નીની હત્યા : ઘરકંકાસનો ઘાતક પરિણામ…

Kutch Kanoon And Crime

રૂ.૧૭૭૬.૯૦ લાખના ખર્ચે ભારાપર અને મમુઆરા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે ભૂમિપૂજન કરાયું

Kutch Kanoon And Crime

Leave a comment