Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

ભુજમાં સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીને 25 વર્ષની સખત કેદ

યુવકનાં માતા-પિતા અને બનેવીને પણ 20-20 વર્ષની જેલની સજા; તમામ આરોપીઓને કુલ દોઢ લાખનો દંડ, પીડિતાને ₹3 લાખ વળતર ચૂકવવાની ભલામણ…

ભુજની 17.6 વર્ષની કિશોરીનું લગ્નના ઇરાદે ક્રેટા કારમાં અપહરણ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ભુજની ખાસ પોક્સો કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી સલમાનને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે ગુનામાં મદદગારી કરવાના આરોપસર યુવકનાં માતા-પિતા અને બનેવીને 20-20 વર્ષની કેદની સજા સંભળાવી છે. કોર્ટે ચારેય આરોપીઓને કુલ રૂ. 1.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આ ઉપરાંત, ગુનાનો ભોગ બનેલી કિશોરીને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

લગ્ન માટે દબાણ, કિશોરીના માવતરનો ઇનકાર…

આ કેસની વિગતો મુજબ, ભુજના ગુલામશા ઈબ્રાહિમશા સૈયદ (ઉંમર 58 વર્ષ) અને તેમનાં પત્ની શેરબાનુ (ઉંમર 53 વર્ષ) તેમના 22 વર્ષના પુત્ર સલમાનનાં લગ્ન ભોગ બનનાર કિશોરી સાથે કરાવવા માટે તેના માવતર પર વારંવાર દબાણ કરતાં હતાં. જોકે, કિશોરીની ઉંમર નાની હોવાથી તેના માવતરએ નિકાહ કરાવવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કિશોરીને એક મકાનમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ સલમાન તેને અજમેર લઈ ગયો હતો. અજમેરથી પરત આવ્યા બાદ કિશોરીને મુંદરા લઈ જવામાં આવી હતી, જ્યાં સલમાનના બનેવીએ વ્યવસ્થા કરી આપેલા મકાનમાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ હતો.

56 દસ્તાવેજી પુરાવા અને 16 સાક્ષીઓની જુબાની…

આ સમગ્ર બનાવ અંગે 22 એપ્રિલ, 2025ના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે કોર્ટ સમક્ષ 56 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જ્યારે 16 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ ભુજ પોક્સો કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમ.એફ. ખત્રીએ ચારેય આરોપીઓને પોક્સો તથા ભારતીય ન્યાય સંહિતાની (BNS) વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી સજા ફટકારી હતી.

પીડિતાને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા ભલામણ…

આ ગંભીર ગુનામાં મુખ્ય આરોપીને 25 વર્ષની સખત કેદ અને અન્ય ત્રણ આરોપીઓને 20-20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ચારેય આરોપીઓને કુલ રૂ. 1.50 લાખનો દંડ ફટકારાયો છે. પીડિત કિશોરીને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા માટે પણ કોર્ટે ભલામણ કરી છે.

આ કેસમાં ફરિયાદ પક્ષે કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ અસરકારક પેરવી કરી હતી. કોર્ટના આ ચુકાદાને સગીરાઓ સામેના ગંભીર ગુનાઓમાં ન્યાયિક કાર્યવાહીનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે.

Related posts

વિકટ પરિસ્થિતિમાં ગૌધનને મળ્યો સહારો : પૂજ્ય કમશ્રી માતાજીએ મોટી સિંધોડી ગૌશાળાને રૂપિયા 2 લાખનું અનુદાન આપ્યું…

Kutch Kanoon And Crime

10 કરોડની ખંડણી વાળા હનીટ્રેપ મામલામાં પકડાયેલ આરોપી એડવોકેટ હરેશ કાંઠેચાના સાત દિવસના રિમાન્ડ મંજુર

Kutch Kanoon And Crime

આદિપુરની સિંધી પરિણીતા રેશમા ભંભાણીની હત્યાનો ભેદ બંધ જ રહી જશે…?

Kutch Kanoon And Crime

Leave a comment