Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGandhidhamGujaratKutch

ગાંધીધામમાં જુગારધામ પર પોલીસનો દરોડો : 6 જુગારીઓ 62 હજાર રોકડા સાથે ઝડપાયા…

ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્ગો આઝાદનગર મચ્છી માર્કેટ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજીપાનાથી તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રૂપીયાની હાર-જીતનો જુગાર રમતા કુલ 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 62,000 રોકડા અને ગંજીપાનાના 52 નંગ કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલા તમામ 6 ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા ઈસમોમાં…

1. સમીર નિઝામ ખાન, ઉંમર 26 વર્ષ…
2. શનિ હરીપ્રસાદ સિંગ, ઉંમર 35 વર્ષ…
3. તારીફ રજાક ખાન, ઉંમર 30 વર્ષ…
4. ચંદાખાન સલીમ પઠાણ, ઉંમર 35 વર્ષ…
5. આવિદ આશીકખાન પઠાણ, ઉંમર 29 વર્ષ…
6. શાહરૂખ મોહમદરફીક પઠાણ, ઉંમર 28 વર્ષ…

તમામ ઈસમો કાર્ગો આઝાદનગર મચ્છી માર્કેટ, ગાંધીધામ ખાતે રહેતા હોવાનું પોલીસ વિગતોમાં જણાવાયું છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલમાં

– રોકડા રૂપિયા 62,000/-
– ગંજીપાના 52 નંગ…

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ-ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી, અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા…

પ્રકાશિત નીતેશ ગોર ભુજ…

Related posts

મુન્દ્રા પોલીસ સ્ટેશન કસ્ટોડિયન ડેથના આરોપી તત્કાલીન P.I. પઢિયારના રેગ્યુલર જામીન નામંજૂર

અંજાર પોલીસની સુંદર કામગીરી જુગારનો કેશ શોધી કાઢયો

LCB પોલીસે મુન્દ્રા પોલીસ અને મરીન પોલીસ સ્ટેશને નોંધાયેલ રાયોટીંગ અને એનડીપીએસ ગુનામાં ફરાર સાડાઉના કાદરશા સૈયદને પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

Leave a comment