Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામ નજીક વૃદ્ધા પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર વિકૃત યુવાનને સજાએ મોતનો હુકમ…

ભુજની નામદાર સેશન્સ કોર્ટે આ ચકચારી કેસને “રેરેસ્ટ ઓફ રેર” ગણાવી આરોપીને ફાંસીની સજા સાથે બે લાખનો દંડ ફટકાર્યો…

મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે રહેતા એક 65 વર્ષીય વૃદ્ધા ગુંદાલા ગામે દેવદર્શન કરવા ગયા બાદ પરત પોતાના ગામ જવા ઊભા હતા ત્યારે તાલુકાના લુણી ગામનો અને ભુજ તાલુકાના નારાયણપર ગામે રહેતો 24 વર્ષીય સચિન માવજી કુંવરિયા નામનો યુવાન પસાર થતા વૃદ્ધાએ તેને રાતડીયા ગામે જવું છે કહી ઉભો રાખ્યા બાદ આરોપી વિકૃત યુવાન સચિનએ સંબંધિત વૃદ્ધાને બાઈક પર લિફ્ટ આપી બાદમાં રતાડીયા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ લઈ ગયા બાદ સંબંધિત આરોપી સચિનએ વૃદ્ધાને અવાબરુ જગ્યાએ ઉતારી દુષ્કર્મ આચાર્યા બાદ પોતાની પાસે રહેલ લૂંગીથી ગળે ટૂંપો આપી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. સંબંધિત વૃદ્ધા પોતાના ઘરે ન પહોંચતા તેની શોધ ખોળ હાથ ધરાઈ હતી આ દરમિયાન પ્રાગપર પોલીસ મથકે વૃદ્ધા ગુમ થયા અંગે ગુનો નોંધાયો હતો, દરમિયાન લકીરાજસિંહ નામના યુવાને આ વૃદ્ધાને આરોપી સચિનની બાઈક પર બેઠેલી જોઈ હોવાથી પોલીસમાં જાણ કરી હતી, ત્યારબાદ પ્રાગપર પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પી.આઇ. હાર્દિક ત્રિવેદી અને તેમના સ્ટાફ દ્વારા CCTV કેમેરા તપાસવામાં આવતા CCTV કેમેરામાં બાઇક નંબરના આધારે આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપી પકડાઈ ગયા બાદ તેની ઘનિષ્ઠ પૂછપરછ ઉપરાંત પ્રાયોગિક પુરાવા વગેરે મળી આવ્યા બાદ પોલીસે અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ ભુજની સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટમાં પોલીસે રજૂ કરેલ પુરાવાના આધારે ઉપરાંત આરોપીની વિકૃત માનસિકતા વગેરેને ધ્યાનમાં લઇ નામદાર અદાલતે આ કેસને “રેરેસ્ટ ઓફ રેર” કેસ ગણી હત્યાની કલમ હેઠળ ફાંસીની સજા સાથે દુષ્કર્મની કલમ હેઠળ આજીવન કેદ સાથે રૂપિયા બે લાખનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકાર તરફે ધારાશાસ્ત્રી શ્રી દિનેશ જે. ઠક્કરે ધારદાર દલીલો કરી હતી.
નોંધનીય છે કે આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. આ કેશ વિશેષ નોંધનીય છે કે કચ્છ જિલ્લામાં આવા વિકૃત ગુના સંદર્ભે ફાંસીની સજાનો આ બીજો હુકમ છે.

અહેવાલ સમીર ગોર મુન્દ્રા 

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજ નજીકના માધાપર ગામે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નાકામ પ્રયાસ

ભુજમાં બાંધણીની સાડીની ચોરીના ગુનામાં એક આરોપી ઝડપી પાડ્યો…

બંધાણીઓના મોઢામાં પાણી : અદિપુરમાં પોતાના ઘરમાં સિગારેટ વેંચતા પિતા-પુત્ર પોલીસ હીરાસતમાં

Kutch Kanoon And Crime

Leave a comment