Kutch Kanoon And Crime
BhujGujaratKutchSpecial Story

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે અખંડ ભારતના પ્રતીક સમાન “સરદાર સ્મૃતિ વન”નું લોકાર્પણ કર્યું…

૫૬૨ વૃક્ષોના વાવેતર સાથે ભારતના નક્શાના આકારમાં સરદાર સ્મૃતિ વનનું કરાયું છે નિર્માણ…

કચ્છમાં રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતે વન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા “સરદાર સ્મૃતિવન”માં વૃક્ષારોપણ કરીને વનને ખુલ્લું મૂક્યું હતું. અખંડ ભારત, એક ભારતના સરદાર વલ્લભભાઈ પટેલના વિચારને સાકાર કરતાં “સરદાર સ્મૃતિવન”માં ૫૬૨ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પારસ પીપળાના વૃક્ષનું વાવેતર કરીને વનનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર પટેલના એકતા અને અખંડિતતાના વિચારને જનજન સુધી પહોંચાડવાનું પ્રબળ માધ્યમ આ સરદાર સ્મૃતિવન બનશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી અનિરુદભાઈ દવે, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, પ્રવાસન વિભાગના સચિવશ્રી રાજેન્દ્રકુમાર, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષકશ્રી જયનકુમાર પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ વન વિભાગના ઉચ્ચઅધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રકાશિત નિતેશ ગોર ભૂજ – 9825842334

Related posts

ભુજના હમીરસર તળાવમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો

Kutch Kanoon And Crime

મુન્દ્રા : કપાયા પાસે અકસ્માત : પતિ-પત્નીના કરૂણ મોત એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

Kutch Kanoon And Crime

મોંઘવારી મુક્ત ભારત અભિયાનનો આક્રોશ હવે ગ્રામ્ય લેવલે માધાપરની ગલીઓમાં : તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા માધાપર ખાતે વિરોધ પ્રદર્શ

Kutch Kanoon And Crime

Leave a comment