Kutch Kanoon And Crime
GujaratBhujKutchSpecial Story

લાઇટ એન્ડ સાઉન્ડ શો’ ભુજવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ રાત્રીનાં આરતી પૂર્ણ થયા બાદ સંગેમરમર મંદિર ઉપર લાઇટોનાં માધ્યમથી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનાં ઇતિહાસને દર્શાવવાનો પ્રયાસ : રસ્તાનું ડેકોરેશને પણ લોકો માટે બન્યુ કાયમી સંભારણું…

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. તે તમામ કાર્યક્રમો પૈકી ભુજ વાસીઓમાં સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર લાઇટ એન્ડ સાઉન્ડ શો બની રહ્યો. દરરોજ રાત્રીનાં આરતી પૂર્ણ થયા બાદ ત્રણ ‘શો’માં આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સતત નવ દિવસ સુધી રજુ કરવામાં આવ્યો. જેને માણવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હતાં. ખાસ કરીને સંગેમરમરથી સુશોભીત મંદિર ઉપર રજુ કરવામાં આવેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો અને તે પણ મંદિર દ્વારા જે રીતે બહુ ભવ્યતાથી પ્રદર્શિત કરવામાં આવ્યો હતો તે જાેઇને હરિભક્તો સહિતનાં લોકો માટે પણ આગવુ નજરાણું સમાન બની રહ્યો હતો. આ લાઇટ એન્ડ સાઉન્ડ શોની થીમ મુખ્યત્વે કચ્છ કંઇ રીતે સુખી થયુ અને કોના કારણે સુખી થયુ તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અદ્‌ભૂત અને દિવ્ય આકૃતિ દ્વારા ભગવાનના આગમનથી લઇને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા સુધીનાં પ્રસંગોને વણી લેવામાં આવ્યા હતાં. જેમાં મુખ્યત્વે રામાનંદ સ્વામીના ભુજમાં પગલા પડ્યા, ભગવાન સ્વામિનારાયણનું આગમન થયું, ઘણા બધા લોકો સત્સંગી થયા, મંદિરનું નિર્માણ થયું, નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવામાં આવી તે સહિતનો આખો ઇતિહાસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મંદિરને તો રંગબેરંગી લાઇટોથી ઝળહળતું કરવામાં આવ્યું હતું સાથોસાથ સ્વામિનારાયણ રોડને પણ કલાત્મક લાઇટોના સથવારે શણગારવામાં આવ્યો હતો. જેને કારણે સતત નવ દિવસ સુધી મંદિરના રસ્તા ઉપર રોશનીનો ઝળહળતા જાેવા મળ્યા હતો. લાઇટ એન્ડ સાઉન્ડ શોની સાથે સાથે રસ્તાનું ડેકોરેશને પણ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું તેવું શાસ્ત્રીસ્વામી સુકદેવસ્વરૂપદાસજીએ જણાવ્યું હતું.

 

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અંજારના ખેડોઈ નજીક કન્ટેનર નીચે દબાઈ જતા ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મૃત્યું…

Kutch Kanoon And Crime

કચ્છમાં અમુક માઇકધારી મીડિયાના મજૂરોથી સાવધાન થવાનો સમય આવી ગયો છે

Kutch Kanoon And Crime

ગુજસીટોક હેઠળના કેસો ચલાવવા માટે કચ્છમાં સ્પેશિયલ પી.પી. તરીકે કલ્પેશ ગોસ્વામીની વરણી

Kutch Kanoon And Crime

Leave a comment