Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchNakhatrana

ક્ચ્છ મોરબીના સાંસદના ભાણેજની હત્યા કે પછી આત્મઘાતી પગલું..?

નખત્રાણા જડોદર પાસે બંધ કારમાં છાતીના ભાગે ફાયરિંગ થવાને પગલે અક્ષય રમેશ લોન્ચા નામનાં યુવકનું મોત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે યુવકે જાતે જ પોતાની ઉપર ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું છે. આ આત્મઘાતી ઘટનાને સમર્થન આપતા પશ્ચિમ કચ્છ એસ.પી., સૌરભસિંઘે જણાવ્યું હતું કે, મૃતકનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. નખત્રણા વિભાગનાં ડેપ્યુટી એસ.પી., વી.એન. યાદવે આ ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે, બપોરે સાડા બાર વાગ્યાનાં અરસામાં જડોદર જવાના માર્ગે કારમાં આ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે, રમેશભાઈ લોન્ચા સાંસદ વિનોદભાઈ ચાવડાના બનેવી છે. તેમજ મૃતક અક્ષય તેમનો સગો ભાણેજ થાય છે. આ આત્મઘાતી પગલું છે તો શા માટે આત્મઘાતી પગલુ ભર્યું..? એવું તે શું કારણ હોઈ શકે જેનાથી આત્મહત્યા કરવી પડી..? આત્મઘાતી પગલુ નથી તો કોણે સાંસદના ભાણેજ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે..? આ ઘટનાએ સમગ્ર ક્ચ્છ સહિત ગુજરાત અને દિલ્હી સુધી હડકંપ મચાવી દીધું છે. પોલીસે સર્વગ્રાહી તપાસ આરંભી છે. હાલ તુરંત આત્મઘાતી પગલું હોય તેવું પોલીસ દ્વારા જણાવાયુ છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

અહો આશ્ચર્યમ્… કુંદનપર ગામે થયેલી ઘરફોડ ચોરી મામલે ચોરાઉ દાગીના અને રોકડ મળી 3.21 લાખના મુદ્દામાલ સાથે ત્રણ પટેલ યુવાનો ઝડપાયા…

માંડવી તાલુકાના પીપરી ગામેથી રૂપિયા 1.65 લાખના દાગીનાની ચોરી કરનાર ગણતરીના સમયમાં ઝડપાયો

Kutch Kanoon And Crime

ભુજમાં વૃદ્ધા પાસેથી લૂંટને અંજામ આપનાર પડોશી દંપતી સહિત ત્રણ પકડાયા

Leave a comment