Kutch Kanoon And Crime
Breaking NewsAbdasaCrimeGujaratKutch

કોરોના મહામારીની ચિંતા વચ્ચે કચ્છ સીમાએથી 150 કરોડ રૂપિયા જેટલો હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ૧૫૦ કરોડની કિંમતના હેરોઇન સાથે આઠ પાકિસ્તાની ઝડપી લીધા એક તરફ સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ કોરોના મહામારીએ તંત્રને દોડતું કરી દીધું છે ત્યારે પાકિસ્તાનની નાપાક ખુફિયા એજન્સી દ્વારા કચ્છની જળ સીમાએથી હેરોઈન ઘુસાડવાનો કરેલો પ્રયાસ સલામતી તંત્રોએ નિષ્ફળ બનાવ્યો છે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડીને ૧૫૦ કરોડની કિંમતના 30 કિલો હેરોઇનના જથ્થા સાથે પાકિસ્તાની બોટને આંતરી આઠ પાકિસ્તાની નાપાક તત્વોને ઝડપી લીધા છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે પૂર્વ બાતમીના આધારે જખો નજીક જળસીમામાં વોચ ગોઠવી એક પાકિસ્તાની બોટને આંતરી બોટમાં સવાર આઠ પાકિસ્તાની શખ્સોને અટકમાં લઈ બોટની તલાશી લેતા તેમાંથી ૧૫૦ કરોડની કિંમતના 30 કિલો હેરોઇનના પેકેટ કબ્જે કર્યા હતા. એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરાયેલા આ સફળ ઓપરેશન બાદ ઝડપાયેલા શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે જેમાં હેરોઇનના જથ્થા ક્યાં અને કોને આપવાનો હતો તેની વિગતો ખુલવાની શક્યતા જોવાઇ રહી છે જોકે આ જથો અબડાસાના જખૌ ગામમાં જ અપવાનો હતો જેની વીગતો સામે આવી રહી છે વધુ વિગત ઘુસણખોરી કરનારાઓ આઠ શખ્સો પાસેથી પૂછતાછમાં મળશે તેવું તપાસનીસો દ્વારા જણાવાયું છે. લાંબા સમય બાદ પાકિસ્તાની શખ્સો દ્વારા હેરોઇનનો જથો ઘુસાડવાના થયેલા આ પ્રયાસમાં કચ્છની વિવિધ એજન્સીઓમાં સનસનાટી મચાવી દીધી છે નોંધનીય છે કે તાજેતરમાં અબડાસાના સુથરી ગામેથી પણ ૧૭ કિલો ચરસના જથ્થા સાથે ત્રણ ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

નલિયા ખાતે આજે મેંખાણ તળાવમાં ન્હાવા ગયેલી ૪ બાલિકાઓ પૈકી એક બાલિકાનુ મોત ત્રણનો બચાવ

Kutch Kanoon And Crime

સિરક્રિક વિસ્તારમાંથી BSFની પેટ્રોલિંગ દરમિયાન ત્રણ પાકિસ્તાની માછીમાર સાથે બોટ ઝડપાઈ

Kutch Kanoon And Crime

અંજાર પોલીસ અપરાધિઓને પકડવા સાથે માનવતા પણ મહેકાવે છે અજાણી લાશની આજે અંતિમવિધિ કરાશે : P.I. રાણા

Leave a comment