Kutch Kanoon And Crime
GujaratBhujKutchSpecial Story

ગોરેવાલીમા ૭૪માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી

આઝાદ નગર ગોરેવાલી મુકામે ભારતના 74માં સ્વતંત્રતા પર્વની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડીસ્ટન્સનો સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન તેમજ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રકોસ્ટના રાષ્ટ્રીય સહસંયોજક મીરખાન મુતવા ધોરડો સીમા સુરક્ષા બલના કંપની કમાન્ડર શ્રી મિતલેષકુમાર તેમજ તેમની સાથે તેમની ઝી બ્રાન્ચના શ્રી બાબુ સાહેબ અને ગોરેવાલી ગામના સરપંચ શ્રી મુસ્તાક રસીદ મુતવા એ હાજરી આપી હતી.

આ પ્રસંગે covid-19 વોરિયર્સ તરીકે ધોરડો સીમા સુરક્ષા બલના કંપની કમાન્ડર શ્રી મિતલેશકુમાર તેમજ તેમના સ્ટાફનું સંસ્થાના ચેરમેન શ્રી તેમજ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના શિક્ષા પ્રકોસ્ટના રાષ્ટ્રીય સહસંયોજક મીરખાન મુતવા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી તેમજ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના શિક્ષા પ્રકોસ્ટના રાષ્ટ્રીય સહસંયોજક મીરખાન મુતવા તેમજ ધોરડો સીમા સુરક્ષા બલ કંપની કમાન્ડર શ્રી મિતલેશકુમારે પ્રાસંગિક પ્રવચન આપેલ જેમાં તેઓએ શહીદોની યાદ અપાવી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી મુકમુદિન મુતવા, ગામના અગ્રણી વીરાભાઇ આલા, મૌલાના આઝાદ માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહ ગોહિલ તેમજ તેમનો સ્ટાફ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ બન્ની કુમાર છાત્રાલયના ગૃહપતિએ અલમહદ અલ ઈસ્લામીયાના મૌલાના હાસમ તેમજ ગામલોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તો કાર્યક્રમની આભારવિધિ મૌલાના આઝાદ માધ્યમિક શાળાના આચાર્યશ્રી ચંદ્રસિંહ ગોહિલે કરેલ તો કાર્યક્રમનું સંચાલન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રઝાઉલ્લા મુતવાએ કરેલ હતી.

અહેવાલ : અફસાના સૈયદ
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

(જાહેર ખબર)

Related posts

અંજાર તાલુકાના લાખાપર ગામે આઠ લાખના ખર્ચે પેવર રોડ બનશે

Kutch Kanoon And Crime

આવું થઈ શકે છે…!? શું… પરષોતમ રૂપાલા નામાંકન પત્ર પરત ખેંચી લેશે..!!?

Kutch Kanoon And Crime

મેઘપર બોરીચીમાં સિગારેટ માવાનું ગેરકાયદે વેચાણ કરતો શખ્સ ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment