Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

આખરે ભુજના નિવૃત્ત નાયબ મામલતદારના પુત્ર નરેન્દ્રસિંહ રવાજી જાડેજા સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું

(બે વર્ષ અગાઉ માધાપરની એક યુવતીને ફસાવીને દિવાળીના સપરમા દિવસે જીવ લઇ લેનાર અને થોડા મહિના અગાઉ વધુ એક યુવતીનો જીવ લેવાની કોશિષ કરનાર નરેન્દ્રસિંહ રવાજી જાડેજા નામના ફાટીને ધૂમાડે ગયેલા યુવાન સામે આખરે પાસાનું શસ્ત્ર ઉગામાયું છે)

ભુજ ખાતે રહેતા નિવૃત્ત નાયબ મામલતદારના પુત્ર અને હાલમાં હત્યાના પ્રયાસના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા નરેન્દ્રસિંહ જાડેજા નામના યુવક સામે આખરે પોલીસ પ્રશાસન દ્વારા જિલ્લા કલેકટરને મોકલવામાં આવેલ પાસાની દરખાસ્ત મંજુર થતાં આજે તેની સામે પાલારા જેલની અંદર પાસાના વોરંટની બજવણી થઈ હતી અને પાલારા જેલમાં બંધ નરેન્દ્રસિંહને સુરતની લાજપોર જેલ મોકલી આપવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. નોંધનીય છે કે નરેન્દ્રસિંહ રવાજી જાડેજા નામના આ નિવૃત્ત નાયબ મામલતદારના ફરજંદ સામે આત્મહત્યા માટે મજબુર કરવા ઉપરાંત હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે બે વર્ષ અગાઉ ફાટીને ધુમાડે ગયેલા આ યુવક દ્વારા સહયોગ નગરમાં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેને મરવા મજબુર કર્યો હતો. માથાભારે આ યુવકના ત્રાસના કારણે સંબંધિત યુવતીના માતા-પિતા માધાપર રહેવા ચાલ્યા જવું પડ્યું હતું તેમ છતાં નરેન્દ્રસિંહ નામનો આ ફાટીને ધૂમાડે ગયેલો યુવક સંબંધિત યુવતીનો પીછો ન છોડતાં સંબંધિત યુવતીએ દિવાળીના દિવસે આત્મહત્યા કરી લીધી હતી આ ઘટના બાદ નરેન્દ્રસિંહ રવાજી જાડેજા સામે ભુજ બી/ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો પરંતુ તેમ છતાં આ યુવક સુધર્યો નહોતો દરમિયાન તે થોડા સમય અગાઉ જામીન પર મુક્ત થયો હતો એ દરમિયાન વધુ એક કોલેજીયન યુવતીને ફસાવી હતી પરંતુ સંબંધિત યુવતીને આ યુવકની અસલિયત ખબર પડી જતા તેને સંબંધો કાપી નાખ્યા હતા જેનાથી ઉશ્કેરાઇને નરેન્દ્રસિંહ રવાજી જાડેજાએ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો અને આ ગુનામાં તે જેલમાં બંધ હતો હવે તેની સામે પાસાનું શસ્ત્ર ઉગામાતાં તેને હવે સુરતની લાજપોર જેલમાં જવાનો વારો આવ્યો છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

પોતાના મુન્નાની જેમ ઉછેર્યો છતાં એજ ઘરમાં કંકાસની લહેર ઉભી કરી…

Kutch Kanoon And Crime

વાગડ વિસ્તારના રાપર ખાતે ધારાશાસ્ત્રીની થયેલી હત્યા મામલે SITની રચના

Kutch Kanoon And Crime

અદાણી ટ્રાન્સમિશને પશ્ચિમ બંગાળમાં 1300 કરોડની એન્ટરપ્રાઇઝ મૂલ્યથી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન પાસેથી અલીપુરદુઆાર ટ્રાન્સમિશન હસ્તગત કરી

Kutch Kanoon And Crime

Leave a comment