Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસની કામગીરીમાં નાના કપાયામાંથી 6 જુગારીઓ ઝડપાયા 4 ફરાર

પોલીસ મહાનિરીક્ષક જે.આર મોથાલિયા સરહદી રેન્જ ભુજ તેમજ પોલીસ અધિક્ષકશ્રી સૌરાષ્ટ્રસિંગ પશ્ચિમ કચ્છ ભુજના તરફથી પ્રોહી. ની બદીને નેસ્ત નાબૂદ કરવા મળેલ સૂચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ જે.એન. પંચાલની રાહબરીથી મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. બી.જે. ભટ્ટની સૂચનાથી કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ અને અશોક કનાદને મળેલ બાતમીના આધારે નાના કપાયા ગામની સીમમાં કોઈ જુગાર રમી રહ્યા છે તે બતમીવાડી જગ્યાએ તપાસ કરતા જગ્યા ઉપરથી પાલુ કરસન ગઢવી, બહાદુરસિંહ વાઘેલા, ભીખુભા રાસુભા જાડેજા, પાલુ દેવરાજ ગઢવી, અરજણ ભીમસિંહ ગઢવી, વરજાંગ કાનીયા ગઢવી ઝડપાઇ ગયા હતા. તેમજ નાસી ગયેલા આરોપીઓમાં રામ ગઢવી, શામરા ગઢવી, દેવરાજ ગઢવી, સવરાજ દાદા ગઢવીનો સમાવેશ થાય છે તો આ પકડાયેલા આરોપીઓ પાસેથી 1, 82, 900/- નો મુદ્દામાલ ઝડપાયો હતો આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. ભટ્ટની સૂચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, જ્યેન્દ્રરસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ ચુડાસમા, ભરતભાઈ સોલંકી પો. કન્સ. જયદેવસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ, ગફુરજી ઠાકોર, વિરેન્દ્રસિંહ જાડેજા સાથે રહ્યા હતા.

પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

1-અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રદેશ કક્ષાના દિગગજ નેતાઓ જોડાયા

Kutch Kanoon And Crime

ભુજ : આત્મહત્યા કરવા માટે મજબુર કરવાના ગંભીર ગુનામાં છેલ્લા બે માસથી નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા…

Kutch Kanoon And Crime

ભુજમાં પૂજા ડાઇનિંગ હોલ દ્વારા ફોન કરીને ઘર બેઠા અનોખી ટિફિન સર્વિસ ચાલુ કરાઈ : જાણો વિગત

Kutch Kanoon And Crime

Leave a comment