Kutch Kanoon And Crime
InternationalKutchSpecial Story

“આપણું માસિક, આપણી વ્યવસ્થા” હેતુ સાથે CSPC ધ્વારા માસિક દિવસની ડિજિટલ ઉજવણી કરવામાં આવ

ભારત એ દારુણ અવસ્થામાં જીવતા લાખો ગરીબ પરિવારોનો દેશ છે, અહીં જાતિ સાથે સંબંધિત અસમાનતા જોવા મળે છે એના પરિણામે છોકરીઓ અને મહિલાઓ વચ્ચે સ્વાસ્થ્ય અને સામાજિક માપદંડોમાં પણ નોંધપાત્ર ભેદભાવ પ્રવર્તે છે. જ્યાં સામાજિક, આર્થિક અને સ્વાસ્થયની સમસ્યાઓનો સામનો આવી પ્રજા આજના આ કોવિડ 19ના સમયમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરતી હશે એનો અંદાજ લગાવી શકાય. હાલના જ યુએનના આંકડા મુજબ વિશ્વમાં લગભગ ભારતની વસતી જેટલી મહિલાઓ માટે શૌચાલય અથવા હાઇજિનની સુનિશ્ચિત વ્યવસ્થા નથી ત્યારે કિશોરી અને મહિલાઓના સ્વસ્થ્યનો મુદ્દો ખૂબ સંવેદનશીલ બની જાય છે. તા. 28મી મે ના રોજ વિશ્વમાં “માસિક આરોગ્ય દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. “આપણું માસિક, આપણી વ્યવસ્થા” હેતુ સાથે ટાટા ટ્રસ્ટની સહયોગી સંસ્થા CSPC ધ્વારા કચ્છ જિલ્લાકક્ષાએ માસિક દિવસની ઉજવણી કરવામાં આવી. સંસ્થા ધ્વારા કચ્છમાં માંડવી તાલુકામાં ડ્રિંકિંગ વોટર અને સેનિટેશનની કામગીરી ચાલે છે.


“જાતે પેડ બનાવીએ, માસિક દિવસ ઉજવીએ” અંતર્ગત આ વર્ષે લોકડાઉનના લીધે બહેનોને જાતે સેનિટરી પેડ સીવવાની તાલીમ વિડીયોના માધ્યમથી આપી જેથી ઘરબંધીમાં બજારમાં મળતા સેનેટરી અને કોમર્શિયલ પેડ ન મળે તો મહિલાઓનો મુશ્કેલી ઊભી ન થાય. “કલ્પનાની પાંખે” ધ્વારા ચિત્ર અને કવિતા લખીને બહેનો અને કિશોરીઓએ એમના વિચારો રજૂ કર્યા જેથી નોલેજ વધે અને છેલ્લે સાંજે સ્વચ્છતા જાળવણીમાં બહેનો તેમજ કિશોરીઓમાં માસિક અંગે જાગૃતતા આવે તે હેતુથી જરૂરી મુદ્દાઓ જેવા કે માસિકની શરૂઆત કેવી રીતે થાય છે, તેનું કારણ શું છે, માસિક આવતા પહેલા શું ફેરફાર થાય છે, માસિક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું અને માસિક બાબતે પ્રવર્તતી સામાજિક અવધારણાઓની નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ સાથે ફેસબુક ઓપન પ્લેટફોર્મ પર મુક્ત મને ચર્ચા કરવામાં આવી. આમ સોશિયલ મીડિયા દ્વારા ઘણી બહેનોએ સિલાઈ કરીને ફોટો મોકલાવ્યા ચિત્ર અને કવિતા લખીને માસિક વિશેના તેમના વિચારોને અમારી સમક્ષ મૂક્યાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ભારતી આહિર સાથે ટીમ મેમ્બર વિમલ નાગુ, રેશ્મા જુનેજા, શીતલ મંગે, નીતા ધોળું તેમજ વાલબાઈ ગઢવીએ જહેમત ઉઠાવી હતી.

સ્ટોરી – પૂર્વિ ગોસ્વામી, ભુજ

પ્રકાશિત – નિતેશ ગોર – 9825842334

Related posts

કાલે મુન્દ્રા બંધના એલાન સાથે ચારણ ગઢવી સમાજનો પોલીસ સામે પડકાર

Kutch Kanoon And Crime

જૈન શ્રેષ્ટી સમાજસેવક ગઢ નિવાસી નવીન કાકાનું મુંબઈ ખાતે નિધન થતા બનાસકાંઠામાં શોકની લાગણી વ્યાપી…

Kutch Kanoon And Crime

સલામતી વ્યવસ્થા ચકાસવા મોકડ્રીલ યોજીને ડમી આતંકવાદીઓ પકડી પડાયા એ વિસ્તારમાં 24 કલાક બાદ BSF ટીમે ચરસના 10 પેકેટ કબ્જે કર્યા…!!

Kutch Kanoon And Crime

Leave a comment